ગ્રે માર્કેટમાં નવા આઈપીઓનું પ્રીમિયમ ધોવાયું

અમદાવાદ: શેરબજારમાં જોવા મળેલા ઘટાડાની સાથેસાથે પ્રાઇમરી બજાર ઉપર પણ તેની નકારાત્મક અસર જોવા મળી છે. નવા આઇપીઓનું ગ્રે બજારમાં અગાઉ એવરેજ ૨૦થી ૩૦ ટકા જેટલું પ્રીમિયમ બોલાતું હતું, પરંતુ તાજેતરમાં આવેલા શેલ્બી હોસ્પિટલ અને ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન આઇપીઓનું ગ્રે બજારમાં નિરાશાજનક પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે શેલ્બી હોસ્પિટલના આઇપીઓમાં હાલ રૂ. ૮-૧૦, જ્યારે ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશનના ૧૮થી ૨૦ રૂપિયા પ્રીમિયમ બોલાઇ રહ્યાં છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગ્રે બજારમાં બોલાતાં પ્રીમિયમના કારણે નાના રોકાણકારોમાં પણ આકર્ષણ રહેતું હતું અને લોકો મોટા પાયે ભરણાં ભરતાં હતાં, પરંતુ શેરબજારમાં ઘટાડાની પાછળ પ્રાઇમરી બજારમાં તેની અસર નોંધાઇ છે. શેલ્બી હોસ્પિટલેનો રૂ. ૨૪૫થી ૨૪૮ના પ્રાઇસ બેન્ડે રૂ. ૪૮૦ કરોડનો આઇપીઓ આજે બંધ થઇ રહ્યો છે, જ્યારે ફ્યુચર સપ્લાય ચેઇનનો આઇપીઓ આવતી કાલે બંધ થશે. કંપનીએ ૬૬૦થી ૬૬૪ પ્રાઇસ બેન્ડ રાખી છે. કંપની રૂ. ૬૪૯.૭૦ કરોડનો આઇપીઓ લાવી છે, પરંતુ આઇપીઓમાં ગ્રે બજારમાં નિરાશાજનક પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.

You might also like