રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે અસરકાર છે પૈપયું

દિલ્લી: પૈપયામાં ફાઈબર, વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ પ્રચુર માત્રામાં હોય છે જે તમારી રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલના ગઠ્ઠા જામવા નથી દેતાં. કોલેસ્ટ્રોલના ગઠ્ઠા હૃદયરોગ અને ઉચ્ચ રક્તદાબ સહિત બીજા રોગોને પણ નોતરી શકે છે. જે લોકોનું લક્ષ્ય પોતાનું વજન ઓછું કરવાનું છે તેઓને પોતાના આહારમાં પપૈયું જરૂર શામેલ કરવું જોઈએ કેમ કે એમાં જરૂરી કેલરી બહુ ઓછી હોય છે. પપૈયામાં રહેલા ફાઇબર તમને તાજગી આપે છે એટલું જ નહિ, તમારા આંતરડાઓમાં હલનચલન પણ બરાબર રાખે છે જેના કારણે વજન ઘટાડવું સહેલું બની જાય છે.

તમારા રોગપ્રતિકારક તંત્ર તમને બીમાર કરતા ઘણાં ચેપ વિરુદ્ધ લડવાનું કામ કરે છે. માત્ર પપૈયામાં એટલા વિટામિન હોય છે જે તમને દરોજની જરૂરિયાતનું વિટામિન સીની જરૂરિયાતનું 200 ટકા આપે છે. સ્વાભાવિક છે કે એટલા માટે પપૈયું રોગપ્રતિકારક તંત્રને મજબૂત કરે છે.

સાંધાનો દુઃખાવો એક એવી બીમારી છે કે જે શરીરને નબળું તો કરે જ છે સાથે સાથે જીવનશૈલીને ખરાબ રીતે પ્રભાવિત પણ કરે છે. પપૈયું ખાવાથી તમારાં હાડકાંમાં ઘણું ફાયદાકારક છે. એમાં વિટામિન સી સાથે સાથે સોજા વિરોધી ગુણ પણ હોય છે જે સાંધાના દુઃખાવાના અનેક રૂપોને શરીરથી દૂર રાખે છે.

http://sambhaavnews.com/

You might also like