એલ્યુમિનિયમ-કોપરના ભાવમાં વધારો થતાં ફ્રીઝ, વોશિંગ મશીનના ભાવ વધવાની શક્યતા

મુંબઇ: પાછલા ચાર મહિનામાં ક્રૂડના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો જોવાયો છે. એટલું જ નહીં રૂપિયામાં પણ ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. મેટલ સેક્ટરમાં પણ કેટલીક ચીજવસ્તુના ભાવમાં ઉછાળો જોવાઇ ચૂક્યાે છે, જેના પગલે રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એરકન્ડિશનર કે જેમાં કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તથા કેટલીક ચીજોની બહારથી આયાત કરવામાં આવે છે.

કંપનીઓ તેની ઊંચી પડતરના પગલે ભાવવધારાની કવાયત હાથ ધરી રહી છે. નોંધનીય છે કે એલ્યુમિનિયમ, સ્ટીલ સહિત કોપરના ભાવમાં છેલ્લા ચાર મહિનામાં પાંચથી સાત ટકાનો વધારો જોવાઇ ચૂક્યો છે.

You might also like