આઈટી એસેસમેન્ટ અને રિફંડનું આઉટસોર્સિંગ થાય તેવી શક્યતા

મુંબઇ: એક બાજુ સરકારની આવકમાં ઘટ પડી રહી છે તો બીજી બાજુ કામગીરીમાં વધારો થઇ રહ્યો છે. સરકાર જીએસટીમાં અને આઇટી ડિપાર્ટમેન્ટમાં વધુ ને વધુ કરદાતાઓ આવરી લેવાય તેવી કવાયત હાથ ધરી છે, પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જુદા જુદા વિભાગોમાં એક અંદાજ મુજબ ૧૮,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે.

આ જગ્યાઓ બંધ થઇ શકે છે, જેના પગલે કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ પણ પડી શકે છે. સરકાર આવકવેરા વિભાગના એસેસમેન્ટ સંબંધી તથા રિફંડ સંબંધી કામગીરીનું આઉટસોર્સિંગ કરે તેવી શક્યતા છે.

ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માગતી નથી અને તેના કારણે ખાલી પડેલી ૧૮,૦૦૦ પોસ્ટનું કામકાજ કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા અથવા તેનું આઉટસોર્સિંગ કરવાની વેતરણમાં છે.

You might also like