Ahmedabad શહેરમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતકડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ આના બદલે ગરમીએ માઝા મૂકી છે, જોકે મુંબઇ તેમજ ઉત્તર ભારતમાં વરસાદ પડવાની શકયતાની વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે.

જે સવારથી શહેરના આકાશમાં વરસાદી પાણીથી ભરેલા વાદળાઓની પાછળ સૂર્યનારાયણ ઢંકાઇ ગયા હતા. દરમ્યાન અમદાવાદમાં આગામી ૪૮ કલાકમાં હળવો વરસાદ પડવાની શકયતા હોવાની સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાગોર હોલના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લે ગત તા.ર૬ ઓગસ્ટે હળવો વરસાદ નોંધાયો હતો. ચાલુ ચોમાસાની સિઝનમાં શહેરનો કુલ વરસાદ ૧પ ઇંચથી વધુ નોંધાયો છે, જોકે શહેરમાં દર ચોમાસામાં સરેરાશ ૩૦થી ૩ર ઇંચ વરસાદ પડતો હોઇ ચાલુ ચોમાસામાં વરસાદમાં પચાસ ટકાની ઘટ પડી છે.

તંત્રા ચોપડે નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ ઝોનમાં ૧૬ ઇંચ, મધ્ય ઝોનમાં પણ ૧૬ ઇંચ, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં ૧૩.પ ઇંચ અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછા ૧ર ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાલુ ચોમાસામાં ઝાડને લગતી કુલ ર૬પ, ભયજનક મકાનની કુલ ર૧ એ બ્રેકડાઉન-રોડ સેપ્લમેન્ટની કુલ પર ફરિયાદ નોંધાઇ છે.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગ દ્વારા શહેરમાં આગામી ૪૮ કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જ્યારે આવતી કાલે રાજ્યના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. જોકે રાજ્યમાં આગામી તા.ર૬ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે તેવી પણ આગાહી કરાઇ છે.

You might also like