સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં વધે તેવી શક્યતા

મુંબઇ: દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની આયાત ૭૦૦ ટનની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. જેમ સ્ટોન એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ પ્રવીણ શંકરના જણાવ્યા પ્રમાણે બજેટમાં સોના ઉપર આયાત ડ્યૂટી ચારથી પાંચ ટકા કરી દેવી જોઇએ, જેના કારણે જ્વેલરી નિકાસને પ્રોત્સાહન મળી શકે.

હાલ સોના ઉપર દશ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટી છે, જેના કારણે સોનાની દાણચોરીમાં વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષમાં સોનાની આયાત ૫૦૦ ટનની થઇ હતી, જેની સરખામણીએ સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં ૪૦ ટકા વધી શકે છે.

એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે દુબઇમાં જાન્યુઆરી ૨૦૧૮થી જ્વેલરી ઉપર વેટ પાંચ ટકા થઇ રહ્યો છે. પાંચ ટકા વેટ લાગુ થવાના કારણે ભારતમાંથી થતી જ્વેલરીની નિકાસ ઉપર નકારાત્મક અસર થવાની સંભાવના છે. દરમિયાન આજે સોનાના ભાવ નીચા ખૂલ્યા હતા. શરૂઆતે ૧૦૦ રૂપિયાના ઘટાડે ૩૦,૬૦૦, જ્યારે ચાંદીનો રૂ. ૨૦૦ના ઘટાડે ૪૦,૦૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like