મિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી

(એજન્સી) અમદાવાદ: રાજકોટમાં બે દિવસ પહેલા રવીરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને સરાજાહેરમાં માફી મંગાવી હતી. બે દિવસ પહેલા ફિરોઝ નામના આરોપીએ હરેશ મકવાણા નામના આધેડની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપીને જામનગરથી શોધી કાઢ્યો હતો અને આજે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. શહેરમાં હત્યા કે મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યો હતો.

સીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાને લીધે આખા રાજકોટમાં ઘેરા પડઘા પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે ૩૭ થી વધુ ઘા ઝીંકનાર ફિરોઝને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. મહત્વનું છે કે આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. મનાઈ રહ્યું છે કે, રૂપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી

જોકે, બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. પરંતુ મહેશે પાર્ટનરશીપ છોડી દેતા બંને વચ્ચે મતભેદ ઉભો થયો હતો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેની પર ઘાતકી હુમલો કર્યો હતો. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં હત્યા મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી.

You might also like