Ahmedabad: છારાનગરમાં પોલીસ-પબ્લિક વચ્ચે ઘમસાણઃ PSI સહિત અનેક ઘાયલ

અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાતે ધમધમતા દારૂના અડ્ડાને બંધ કરાવવા માટે ગયેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પર કેટલાંક અસામા‌િજક તત્ત્વોએ હુમલો કરતાં તંગદિલીભર્યો માહોલ ઊભો થયો હતો.

પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલા બાદ એક હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીનો કાફલાએ છારાનગરમાં પહોંચી જઇ કો‌મ્બિંગ કર્યું હતું. પોલીસે સમગ્ર છારાનગરમાં કોમ્બિંગ કરી પોલીસ પર હુમલો કરનાર અસામાજિક તત્ત્વોને ઝડપવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે ૩૫ જેટલા શખસોની અટકાયત કરી હોવનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પ૦ કરતાં વધુ ગાડીઓ તેમજ વાહનોની તોડફોડ કરી હતી અને લોકોના ઘરમાં ઘૂસીને મહિલા સહિત લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક વકીલો તેમજ પ્રેસ ફોટોગ્રાફર પણ પોલીસદમનનો શિકાર બન્યા હોવાની વિગતો સામે આવી છે.

વહેલી પરોઢે પાંચ વાગ્યા સુધી ચાલેલા પોલીસના કો‌મ્બિંગ બાદ છારાનગર તેમજ કુબેરનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયાં છે. ગત રાત્રે છારાનગરમાં પોલીસ દમનના મામલે આજે સવારે છારા સમાજના લોકોએ પોલીસની કામગીરી સામે સખત વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ભીડ પોલીસ સ્ટેશનમાં ઊમટી પડી હતી, જ્યાં પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે સવારથી છારાનગર, કુબેરનગરમાં તંગ‌િદલીનો માહોલ સર્જાયો હતો

કુબેરનગર અને છારાનગરમાં ઘણા સમયથી ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે લાલ આંખ કરીને સંખ્યાબંધ કેસ બુટલેગર સામે કર્યા છે. પોલીસ રોજેરોજ છારાનગર અને કુબેરનગરમાં ધમધમી રહેલા દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડી રહ્યા છે.

ગઇ કાલે પણ સરદારનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પીએસઆઇ શક્તિસિંહ મોરી અને તેમનો સ્ટાફ છારાનગરમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા માટે તેમજ ફૂટ પેટ્રો‌િલંગ માટે ગયા તે સમયે બે યુવકો ટ્રાફિકને અડચણ થાય તે રીતે રોડ પર એ‌િકટવા લઇને ઊભા હતા.

પીએસઆઇએ બન્ને યુવકોને સાઇડમાં ઊભા રહેવાનું કહ્યું હતું. પીએસઆઇએ તેમના એ‌િકટવાની ડેકી ખોલવા માટે કહ્યું હતું અને યુવકોએ પીએસઆઇ સાથે બબાલ શરૂ કરી હતી. દરમિયાનમાં છારાનગરમાં રહેતા અન્ય લોકો પણ ત્યાં આવી ગયા હતા અને પીએસઆઇ તેમજ તેમની ટીમ પર હુમલો શરૂ કરી દીધો હતો.

છારાનગરમાં રહેતા લોકોએ પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો અને જીપ પણ તોડી નાખી હતી. લોકોએ પોલીસ કર્મચારીઓને એ હદે માર્યા હતા કે પીએસઆઇના હાથમાં ફ્રેક્ચર થઇ ગયું હતું જ્યારે એસઆરપીના જવાનનું માથું ફાટી ગયું હતું અને બીજા બે પોલીસ કર્મચારીઓને પણ ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત તમામ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પર હુમલો થયો હોવાની જાણ પોલીસ કંટ્રોલ તેમજ ઉચ્ચ અધિકારીઓ થતાં તેઓ તાત્કા‌િલક એક્શન મોડમાં આવી ગયા હતા અને અંદા‌િજત એક હજાર કરતાં વધુ પોલીસનો કાફલો છારાનગર અને કુબેરનગરમાં ખડકી દીધો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે મોડી રાતના ૧૧ વાગ્યા પછી છારા સમાજના લોકો પર દમન ગુજારવાનું શરૂ કર્યું હતું. પોલીસે પ૦ કરતાં વધુ ગાડીઓ તેમજ અન્ય વાહનોના કાચ તોડ્યા હતા અને છારાનગરમાં ઘૂસીને મહિલાઓ સહિત સંખ્યાબંધ લોકો પર રીતસરનો લાઠીચાર્જ કર્યો હતો.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગ‌િદલીનો માહોલ સર્જાયો હતો. છારા સમાજના આગેવાનો પણ પોલીસને સમજાવવા જતાં તેમની પણ અટકાયત કરી હતી. પોલીસે વહેલી પરોઢના પાંચ વાગ્યા સુધી છારાનગર અને કુબેરનગરમાં કો‌િમ્બંગ હાથ ધરીને ૩પ કરતાં વધુ લોકોની અટકાયત કરી હતી અને ૩ હજાર કરતાં વધુ લોકો વિરુદ્ધમાં રાયો‌િટંગનો ગુનો દાખલ કર્યો હતો.

સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી છારાનગરમાં દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે પોલીસે અ‌ભિયાન હાથ ધર્યું છે. રોજેરોજ છારાનગરમાં પોલીસ રેડ કરી રહી છે ત્યારે પોલીસને સબક ‌િશખવાડવા માટે પૂર્વ આયો‌જિ ત કાવતરું ઘડીને ગઇ કાલે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલો કરાયો તેવું લાગી રહ્યું છે. પીએસઆઇએ યુવકોને એ‌ક્ટિવાની ડેકી ખોલવાનું કહેતાં લોકોએ પથ્થરમારો કર્યો છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ફાઇનાન્સનો ધંધો કરતા શ‌િન માથુભાઇ ગાંરગેના ઘરમાં ગઇ કાલે પીએસઆઇ મોરી અને તેમનો સ્ટાફ દારૂનો ધંધો કરો છો તેમ કહીને ઘૂસી ગયા હતા, જ્યાં શ‌િન અને પીએસઆઇ વચ્ચે માથાકૂટ થતાં સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ શ‌િનએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને દારૂ પીને આવેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે તેવી ફરિયાદ કરી હતી.

છારાનગરમાં ઘણા વર્ષથી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર સુનીતાની દારૂ ભરેલી કાર બંગલા એ‌િરયાથી આવવાની છે તેવી બાતમી પીએસઆઇને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં દારૂ ભરેલી કાર આવી હતી. પીએસઆઇએ તેને રોકવાની કોશિશ કરતાં ડ્રાઇવરે કાર પુરઝડપે ચલાવી હતી. પીએસઆઇ પર કાર ચઢાવે તે પહેલાં તેમણે રિવોલ્વર કારચાલક સામે તાકી દીધી હતી. રિવોલ્વર જોતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પાંચ-છ લારીઓને અડફેટમાં લીધી હતી.

divyesh

Recent Posts

મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…

15 hours ago

રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…

15 hours ago

અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ CM રૂપાણી

(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…

15 hours ago

છેલ્લા દશકામાં ફેબ્રુઆરીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૦૧૫માં નોંધાયો હતો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…

15 hours ago

બોર્ડની પરીક્ષામાં CCTV સાથે ઓડીયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવું પડશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…

15 hours ago

મોદી દ‌. કોરિયાના બે દિવસના પ્રવાસેઃ આજે મળશે ‘સિયોલ શાંતિ પુરસ્કાર’

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દ‌િક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…

15 hours ago