હવે વિમાનમાં પરિવાર સાથે બેસવા કરવી પડશે વધારે ચુકવણી

નવી દિલ્હી: વિમાનમાં પોતાના સગાસંબંધી અને પરિવારના સભ્યો સાથે બાજુમાં બેસવા માટે હવે તમારે વધારે રકમ ચૂકવવી પડશે. વિમાનમાં ટિકીટ બુક કરાવતી વખતે હવે તમારે સીટ પસંદગી માટે વધારે ચુકવણી કરવી પડશે.

સીટ પસંદગીનો વિકલ્પ
એર ઇન્ડિયાએ આ પ્રક્રિયા મે મહિનાથી શરૂ કરી હતી પરંતુ હવે જેટએરવેઝે પણ સીટ વિકલ્પની પસંદગી કરી લીધી છે. અત્યાર સુધી પરિવારના ત્રણ સભ્યોને એક સાથે સફર કરતી વખતે વધારે ચુકવણી કરવી પડશે.

કેટલો હશે ચાર્જ
ઉદાહરણ તરીકે જો તમે ત્રણ લોકા સાથે મુંબઇથી લંડન જઇ રહ્યા છો તો એરઇન્ડિયામાં તમારે 9000 રૂપિયા વધારે આપવા પડશે જ્યારે જેટએરવેઝમાં તમારે 4500 રૂપિયા વધારે આપવા પડશે.

વિમાન સફર પહેલા કરતાં વધારે થઇ સુવિધાજનક, હેન્ડ પર નહીં લાગે સુરક્ષા ટેગ

પરંતુ જો તમારે દરવાજા પાસે વધારે પગ મૂકવાની જગ્યા જોઇએ તો એના માટે તમારે 10,500 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એટલું જ નહીં વચેલી સીટનું પણ વધારે ચુકવણી કરવી પડશે.

12 ડિસેમ્બરે જે નવું સર્ક્યુલેશન ટ્રાવેલ એજન્ટને મોકલવામાં આવ્યું છે એ અનુસાર સુવિધાનુસાર સીટ પસંદગી માટે તમારે વધારે ચુકવણી કરવી પડશે. ભારતથી મિડલ ઇસ્ટના દેશો, આસિયાન દેશોની યાત્રા દરમિયાન પીક સિઝનમાં આ ચુકવણી વધારે થઇ શકે છે.

હાલમાં જ ડીજીસીએએ લગેજની ફી અને ટિકીટને રદ કરવામાં કેન્સલેશન ફી ને નિર્ધારીત કરી છે ત્યારબાદ એરલાયન્સે સીટ સીલેક્શન માટે નવી રીત શોધી છે.

You might also like