Categories: Gujarat

દર્દીઓના નામે તપન હોસ્પિટલના સંચાલકોએ ૧.૨૮ કરોડની લોન મેળવી હતી

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલના સંચાલક તથા મેનેજમેન્ટ દ્વારા દર્દીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ૧૪પ દર્દીઓના નામે તપન હોસ્પિટલે લાખો રૂપિયાની લોન બારોબાર લઇને કૌભાંડ આચર્યું છે.

ઓઢવ પોલીસે હોસ્પિટલના સંચાલક અને હો‌સ્પિટલનું મેનેજમેન્ટનું કામ સંભાળતા યુવકની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.બી. ટંડેલે જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી તપન હોસ્પિટલના સંચાલક વિરુદ્ધમાં સંખ્યાબંધ લોકોએ અરજી કરી હતી. અરજીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તપન હોસ્પિટલના સંચાલક નરેશ વાવડિયાએ દર્દીઓના નામે લાખો રૂપિયાની લોન લઇને ઠગાઇ કરી છે.

નરેશ વાવડિયા અને હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા પ્રદીપ પંચાલ કોઇ પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેને હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે બજાજ ફાઇનાન્સની પર્સનલ લોન મળશે તેવી વાત કરતા હતા. દર્દી અને તેમનાં પરિવારજનો નરેશની વાત પર ભરોસો કરી બજાજ ફાઇનાન્સની લોન લેવા માટે તૈયાર થઇ જતાં હતાં, જેનો લાભ લઇને નરેશ અને પ્રદીપ લોનની એમાઉન્ટ વધારી દેતા હતા.

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દર્દીઓના ખાતામાંથી હોસ્પિટલના બિલ કરતાં વધુ હપ્તા કપાવા લાગ્યા. પીઆઇએ વધુમાં જણાવ્યું છેે કે કોઇ પણ દર્દીનું હોસ્પિટલનું બિલ રપથી ૩૦ હજાર થતું હોય તો તેમાં નરેશ દોઢથી બે લાખની લોન લઇ લેતો હતો. નરેશે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ૧૪પ દર્દીઓ સાથે ઠગાઇ આચરી છે.

બંને જણાએ મળીને બજાજ ફાઇનાન્સ પાસેથી ૧.ર૮ કરોડની લોન દર્દીઓના નામે લઇ લીધી છે. બજાજ ફાઇનાન્સ દ્વારા નરેશ પાસેથી ઉઘરાણી કરાતાં રૂ.ર૮ લાખ ચૂકવી દીધાનું પણ સામે આવ્યું છે. હાલ નરેશ અને પ્રદીપની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

હાલ બજાજ ફાઈનાન્સના કર્મચારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કૌભાંડનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે. આ કેસમાં બજાજના ફાયનાન્સના કર્મચારીની સંડોવણી હોય તેવી શક્યતા છે.

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago