આ છે પોપટ ક્રેઝી ‘પોપટમેન’

ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રહેતા ટેડ રિચર્ડસ નામના પ૮ વર્ષના માણસે પોતાના પાલતુ પોપટ જેવો લુક મેળવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષથી શરીર પર ચિત્ર-વિચિત્ર ટેંટુનાં ચિતરામણ કર્યાં છે. ધીમે-ધીમે કરતાં હાલમાં તેના શરીર પર કુલ ૧૧૦ ટેંટુ છે. ચહેરા સહિત શરીરના વિવિધ ભાગમાં પ૦ પિયર્સિંગ કરાવ્યાં છે. પોપટ જેવી ચાંચ દેખાય એ માટે તેણે પોતાની જીભને પણ આગળથી કપાવીને બે ફાડચામાં વહેંચી દીધી છે. અગાઉ શૂ-ફૅકટરીમાં કામ કરતા ટેડે પહેલું ટેંટુ ૧૯૭૬માં ચિતરાવેલું.

midday-newશરૂઆતનાં વર્ષોમાં ટેંટુની નવી ડિઝાઇન ચિતરાવતા પહેલાં મહિનાઓ સુધી વિચારતો, પણ રિટાયર થયા પછી તો તેણે પાછળ વળીને જોયું જ નથી. મન થયું ટેંટુ ચીતરાવી દીધું. હવે હાલત એવી છે કે તેના શરીર પર ચોખ્ખી અને ટેંટુરહિત ચામડી ઘણી મહેનતથી શોધ્યા પછી મળે છે. કપાળે બે શિંગડાં ઉગાડીને, બે નસકોરાં વચ્ચે નળી ભરાવીને અને બન્ને કાન બહારથી કપાવી નાખ્યા પછીયે ટેડને સંતોષ નહોતો. નવાઇની વાત એ છે કે કાન કઢાવી નાખ્યા પછી તેને યાદ આવ્યું કે હવે ચશ્મા કેવી રીતે પહેરશે. આ માટે તેણે ખોપરીમાં બીજા બે ઇમ્પ્લાન્ટ કરાવ્યાં, જેના સહારે ચશ્માં ટકી શકે.

You might also like