ભાજપના ઉમેદવારોની પેનલને અાજે અંતિમ સ્વરૂપ અપાશે

અમદાવાદ: વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઇ કાલથી મળવાની શરૂ થઇ છે. મતક્ષેત્ર પ્રમાણે તમામ ઉમેદવારોને સાંભળ્યા બાદ આજે આ કામગીરી પૂરી કરવામાં આવશે. ‌િટ‌િકટ વાંછુઓ, બળવાખોર, પાટલીબદલુ સહિતના ઉમેદવારોનાં રાજકીય ભા‌િવનું કાઉન્ટડાઉન હવે શરૂ થઇ ચૂક્યું છે.

૧૮ર સીટ પર ઉમેદવારો નક્કી કરવાની ચર્ચા હાથ ધરાયા બાદ તેમના નામોની જાહેરાત કરવામાં આવશે. શહેરની ૧ર સહિતની કુલ ર૧ વિધાનસભા બેઠકો માટે નિરીક્ષકોએ પોતાની દાવેદારી કરનારાઓ પૈકી ત્રણ-ત્રણ નામની પેનલ વિધાનસભા બેઠકદીઠ બનાવવાની પ્રક્રિયા ગઇ કાલે પૂરી કરી છે. આજની બેઠકમાં આ પેનલ બનાવવામાં આવ્યા પછી ત્રણ નામ અને હાલના સીટિંગ ધારાસભ્યોનાં નામો પણ રજૂ કરવામાં આવશે. પોતાનો દાવો મજબૂત કરવા માટે ટિકિટવાંછુઓએ દિવાળી શુભેચ્છાના નામે ગોડફાધરોનું શરણું લીધું હતું. પોતાને ટિકિટ મળે તે માટે મુર‌િતયાઓએ અેડીચોટીનું જોર લગાવી રજૂઆત કરી હતી.

ર૧ ઓક્ટોબરે શરૂ થયેલી અને ર૬ ઓક્ટબરે સુધી ચાલનારી ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની શરૂઆત શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં શરૂ થઇ હતી. જુદા જુદા જિલ્લાઓની બેઠકવાર ઉમેદવારોની પસંદગી માટેની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. ર૧ ઓક્ટોબરે અમદાવાદની ૧૬ અને ગ્રામ્યની પ એમ કુલ ર૧ બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી. ગઇ કાલે ગાંધીનગર શહેર અને જિલ્લાની પ, પાટણ જિલ્લાની ૪, કચ્છની ૬, બનાસકાંઠાની ૯, સાબરકાંઠાની ૪, અરવલ્લીની ૩ સહિત ૩૧ બેઠક પર કુલ મળીને બે દિવસમાં પર બેઠક માટે સમીક્ષા હાથ ધરાઇ હતી. પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી સમિતિની બેઠકમાં અમિત શાહ સહિત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન ની‌િતન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહે છે. જેમાં તેઓ નિરીક્ષકોના અહેવાલોની સમીક્ષા હાથ ધરે છે. આજની બેઠકમાં પણ અનેક ઉમેદવારોનાં રાજકીય ભા‌િવ નક્કી થશે.

You might also like