પાકિસ્તાની રૂપિયો પાતાળમાં પહોંચ્યોઃ પેટ્રોલ-ડીઝલ ખરીદવાનાં પણ ફાંફા

(એજન્સી) નવી દિલ્હી: ભારત સાથે યુદ્ધ કરવાની શેખી મારી રહેલું પાકિસ્તાન વધુ કંગાળ થઈ ગયું છે. પાકિસ્તાની રૂપિયો ડોલરની સરખામણીએ પાતાળમાં પહોંચી ગયો છે એટલું જ નહીં, પાકિસ્તાન પાસે પેટ્રોલ-ડીઝલ ખરીદવાના પણ પૈસા બચ્યા નથી.

પાકિસ્તાનમાં ડોલર સામે રૂપિયો ૧૩૯.૨૫ના સ્તરે પહોંચ્યો છે. કાચા ઓઇલની વધતી કિંમતોને કારણે પાકિસ્તાનને વધુ વિદેશી મુદ્રા ખર્ચવી પડી રહી છે. આ સાથે જ સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. પાકિસ્તાનમાં ૧૧ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૭૦,૦૦૦ પહોંચી ગયો છે.

યુદ્ધની શંકા વચ્ચે પાકિસ્તાનમાં વિદેશી રોકાણકારો નાણાં પાછાં ખેંચી રહ્યા છે. આ કારણે ડોલરની માગ ઘણી વધી ગઈછે. આથી રૂપિયો સતત નીચે ધસી રહ્યો છે. બેન્કો પણ વિદેશી રોકાણકારોને ડોલરમાં ચુકવણી કરી રહી છે.

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી માગ પૂરી કરવા માટે મોંઘા ભાવે ઓઇલ ખરીદવું પડી રહ્યું છે. ઓઇલની કિંમત ૬૫ ડોલર પ્રતિ ડોલરની આસપાસ ચાલી રહી છે. જો આગામી ૧૦ દિવસ સુધી ઓઇલની કિંમતોમાં તેજી રહેશે તો પાકિસ્તાની રૂપિયો ૧૪૨ પ્રતિ ડોલર સુધી નીચે ધકેલાઈ જશે. આનાથી પાકિસ્તાન સાવ કંગાળ બની જે.

પાકિસ્તાની રોકાણકારોએ આ અઠવાડિયા દરમિયાન ૯,૪૧,૨૯૪ ડોલરના શેર વેચી નાખ્યા છે. આને કારણે કારણે વેપારીઓએ થોડા સમય માટે સંપૂર્ણપણે વિનિમય વેપારને બંધ કરી દીધો હતો.

You might also like