ગુજરાતના આ હિંદુ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

આ દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં હિંદુ અને મુસ્લિમની એકતાની અનોખી મિસાઇલ છે. આ ગામમાં હિંદુ મંદિરમાં મુસ્લિમ મહિલાની પૂજા થાય છે. આ ગામ ગુજરાતના અમદાવાદથી આશરે 40 કિમી દૂર ઝૂલાસન છે. અહીંયા હિંદુ અને મુસ્લિમ એક્તાના રૂપમાં મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે હજારો વર્ષો પહેલા ‘ડોલા’ નામની એક મુસ્લિમ મહિલાએ ઉપદ્રવિઓથી પોતાના ગામને બચાવવા માટે મોટી સાહસ કરીને એમની સાથે લડાઇ કરી હતી. પોતાના ગામની રક્ષા કરતાં કરતાં ‘ડોલા’ એ પોતાનો જીવ આપી દીધો. કહેવામાં આવે છે મર્યા બાદ ડોલાનું શરીર એક ફૂલમાં બદલાઇ ગયું હતું. અને બલિદાનના કારણે લોકોએ ફૂલની ઉપર જ મંદિર બનાવી દીધું.

ગામના લોકો આજે પણ માને છે કે ડોલા આજે પણ લોકોની રક્ષા કરી રહી છે અને દુખોને પણ દૂર કરે છે. આ મંદિરને ડોલર માતા મંદિરના નામથી પણ ઓળખે છે. કારણ કે આ ગામમાં 1500 થી વધારે લોકો અમેરિકાના છે. તમને જણાવી દઇએ કે સુનિતા વિલીયમ્સ જ્યારે અંતરીક્ષ યાત્રા પર ગઇ હતી ત્યારે આ મંદિરમાં એક અખંડ જ્યોતિ સળગાવવામાં આવી હતી જે સતત 4 મહિના સુધી ચાલતી રહી.

http://sambhaavnews.com/

You might also like