રાષ્ટ્રપતિ ભવનની ‘એટ હોમ’ પાર્ટીમાં જૂની રંગત પાછી આવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પરિવારના નિકટના લોકોને પણ આમંત્રિત નહીં કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજવામાં આવતા ‘એટ હોમ’ સમારોહમાં આ વખતે દેખીતો તફાવત જોવા મળ્યો હતો. મોબાઇલ ફોન સાથે રાખવાની છૂટ અપાઈ હતી. એ જ રીતે આમંત્રિતોને વીઆઇપી મહેમાનો સાથે મુક્ત રીતે વાતચીત કરવાની મોકળાશ હતી. રિસેપ્શન હૉલ જેવા બંધિયાર માહોલને બદલે આ વખતે અગાઉની માફક મોગલ ગાર્ડનમાં સમારોહનું આયોજન થયું હતું. સુરક્ષા વ્યવસ્થાની સખ્તાઈને હળવી કરવા માટે આમંત્રિત મહેમાનોની યાદી ત્રણ હજારથી ઘટાડીને ૭૨૪ જેટલી કરી નાખવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓના મિત્રોનો સ્પેશિયલ ક્વૉટામાં સમાવેશ કરવાની પ્રથા બંધ કરી દેવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પરિવારના નિકટના લોકોને પણ આમંત્રિત નહીં કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળમાં તેમના પરિવારના અને રાજ્યના મિત્રવર્તુળોના ઘણા મોટા કાફલાને આમંત્રિત કરવામાં આવતો હતો. મોગલ ગાર્ડનમાં સમારોહનું આયોજન કરીને વર્ષો પૂર્વેના માહોલને જીવંત કરવાનો યશ રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો પડે.

You might also like