જૂની સામે નવી કારની ખરીદીમાં એક્સાઈઝ ડ્યૂટીમાં રાહત મળશે?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બજેટમાં ઓટોમોબાઇલ સેક્ટર સંબંધી મહત્ત્વની જાહેરાત કરી શકે છે, જેમાં ખરીદદાર પ્રદૂષણ ફેલાવતી જૂની ગાડીને સરેન્ડર કરાવે તો નવાં વાહનની ખરીદીમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ઓછામાં ઓછી ૫૦ ટકાની છૂટ મળી શકે છે એટલું જ નહીં પર્યાવરણને હાનિ ન પહોંચે તેવાં વાહનોના ઉત્પાદનમાં રોકાણ વધે તે માટે રાહત આપવા સંબંધે વિશેષ જાહેરાત થઇ શકે છે.

સરકાર ૧.૫ લાખ સુધીની એક્સાઇઝ ડ્યૂટીમાં રાહત આપી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નાણાપ્રધાન અરુણ જેટલીને જૂનાં વાહનો સરેન્ડર કરાવનારા અને નવાં વાહનો ખરીદનારાઓને ખરીદી પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઓછામાં ઓછી ૫૦ ટકાની રાહત આપવાની માગ કરી છે.

તેઓએ નાણાપ્રધાનને જણાવ્યું છે કે આ પ્રકારની રાહત આપવાને કારણે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં રોજગારીમાં પણ વધારો થશે તથા પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

પ્રસ્તાવિત નીતિ અંતર્ગત કાર જેવાં નાનાં વાહનને સરન્ડર કરાવવા પર રૂ. ૩૦ હજાર સુધીનું પ્રોત્સાહન મળશે. આ નીતિ દેશભરમાં ૧૦ વર્ષથી વધુ જૂનાં વાહનો ઉપર લાગુ થઇ શકે છે. આ યોજના અંતર્ગત જૂનું વાહન વેચનારને એક પ્રમાણપત્ર આપવામાં આવશે તથા નવા વાહનની ખરીદી ઉપર આ સર્ટિફિકેટ રજૂ કરતાં ખરીદનારને રાહત મળશે.

You might also like