આ વર્ષે ઓનલાઈન ઈન્કમટેક્સ ભરનારાઓની સંખ્યામાં જંગી ઘટાડો

નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ઓનલાઇન ઇન્કમટેક્સ ભરનારાઓની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ૬.૬૦ લાખથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્કમટેક્સ વિભાગની ઓનલાઇન ઇન્કમટેક્સ વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા ડેટા પરથી આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬.૭૪ કરોડ લોકોએ ઓનલાઇન ઇન્કમટેક્સ ભર્યો હતો.

જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તેમની સંખ્યા ઘટીને ૬.૬૮ કરોડ પર આવી ગઇ છે. આ અગાઉ ૨૦૧૬-૧૭માં ઓનલાઇન ઇન્કમટેક્સ ભરનારા કરદાતાઓની સંખ્યા ૫.૨૮ કરોડ હતી. કોટક ઇકોનોમિક રિસર્ચે ૩૦ એપ્રિલના રોજ જારી એક રિપોર્ટમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

જો કે રજિસ્ટર્ડ ઇન્કમટેક્સ દાતાઓની સંખ્યા આ દરમિયાન વધી છે. તેમની સંખ્યામાં ૧૫ ટકા વધારો થઇને ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી ૮.૪૫ કરોડ પર પહોંચી ગઇ છે, જ્યારે માર્ચ-૨૦૧૩માં રજિસ્ટર્ડ ઇન્કમટેક્સ દાતાઓની સંખ્યા માત્ર ૨.૭૦ કરોડ હતી.

You might also like