પીસીએના દાયરા હેઠળની નવ જાહેર બેન્કોએ વસૂલાત સ્કીમ અપનાવી

નવી દિલ્હી: પીસીએના દાયરામાં આવતી ૧૧માંથી નવ જાહેર ક્ષેત્રની બેન્કોએ સરકાર પાસેથી બે વર્ષ માટે રિકવરી યોજના દાખલ કરી છે, જેના આધારે આ બેન્કો તેનું કરજ ઘટાડવાનું કામ કરી શકશે.

સરકાર પાસેથી આવી સ્કીમ દાખલ કરી છે તે બેન્કોમાં અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ), કોર્પોરેશન બેન્ક, આઈડીબીઆઈ, યુકો, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

નાણાપ્રધાન પીયૂૂષ ગોયલે ગત મહિનામાં ૧૧ જાહેર બેન્કોને તેમની હાલત સુધારવા આરબીઆઈ દ્વારા જારી માપદંડનું પાલન કરવા માટે કાર્યયોજના દાખલ કરવા જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે બેન્કો દ્વારા દાખલ કરાયેલી આ યોજનામાં ખર્ચ ઘટાડવા, શાખાની સંખ્યા ઘટાડવા, વિદેશી શાખા બંધ કરવા તથા કોર્પોરેટ જગત સાથે અન્ય કરજદારોનું જોખમી કરજ ઓછું કરવાને લગતા ઉપાયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાેમ્પ્ટ કરે‌િકટવ એક્શન (પીસીએ) ના દાયરામાં રાખવામાં આવેલી બેન્કો પર લાંભાશ વિતરણ અને નફાની વહેંચણીને લઈ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવાયેલા હોય છે. આવી બેન્કોના માલિક (સરકાર)ને તેમાં મૂડી રોકવા જણાવવામાં ‍આવી શકે છે.

You might also like