આવું હશે નવું પાન કાર્ડ જાણો એની ખાસિયતો, બન્યું વધુ સુરક્ષિત

અમદાવાદ: દેશના તમામ નાગરિક માટે પાન કાર્ડ ઈશ્યુ કરવા કેન્દ્ર સરકારે મુહિમ ઉપાડી છે. આ માટે પાન કાર્ડમાં કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા પાન કાર્ડમાં કેટલાંક નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યા છે. જેમ કે આ કાર્ડમાં QR કોડ અટેલે કે કિવક રિસ્પોન્સ કોર્ડને સ્થાન આપવામાં આવ્યું છે. આમ આ કાર્ડનું એ સૌથી મહત્વનું પાસું છે. નવા ઈશ્યૂ થનાર પાન કાર્ડમાં નંબર, જન્મ તારીખ, કાર્ડધારકનું નામ, પિતાનું નામ, વગેરેને નવા સ્થાન પર ફિકસ કરાયેલા હશે. હવે નવી ડિઝાઈન મુજબના પાનકાર્ડમાં QR કોડને લીધે પાન કાર્ડને આધારે થતી છેતરપિંડી ઘટાડો થવાની શક્યતા છે.

એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પાન કાર્ડ અગત્યના ડોકયુમેન્ટ બની રહેશે. આમ પાન કાર્ડને વધુને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારમાં QR કોડ મહત્ત્વનું પાસું છે. એટલું જ નહિ કાર્ડની ડિઝાઈન પણ નવી તૈયાર કરવામાં આવી છે.

નવી ડિઝાઈનમાં ત્રણ મહત્વના પાસાંનો સમાવેશ કરાયો છે. જેમાં કયુ આર- કિવક રિસ્પોન્સ કોડ અપાશે. જેના લીધે કાર્ડ ધારક વિશેની તમામ માહિતી મળી રહેશે. કાર્ડ ધારકનું નામ, પિતાનું નામ, જન્મ તારીખનો સમાવેશ કરાયો છે અને તે કાર્ડમાં નીચે દર્શાવાશે. જયારે ‘પાન’ નંબર મધ્યમાં દર્શાવાશે. પાન કાર્ડ ધારકના હસ્તાક્ષર અને ‘પાન’ની પોઝિશનમાં ફેરફાર કરાયા છે.

You might also like