મર્જરઃ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

728_90

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી નાણાકીય વર્ષના પ્રારંભથી એટલે કે ૧ એપ્રિલ, ૨૦૧૯થી કાર્યાન્વિત થઇ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય બેન્કોની મર્જર પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં આવશે અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંત સુધીમાં જરૂરી તમામ રેગ્યુલેટરી પ્રક્રિયા પૂરી થઇ જવાની આશા છે અને ૧ એપ્રિલ, ૨૦૧૯થી નવી બેન્ક શરૂ થઇ જશે.

ત્રણેય બેન્કના વિલયથી તેના ગ્રાહકોને નવા એટીએમ કાર્ડ અને નવી ચેકબુક નવી બેન્કના નામ સાથે ઈશ્યૂ કરવામાં આવશે, જોકે ત્રણેય બેન્કના મર્જર બાદ રચાનારી નવી બેન્કનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

સરકારે ત્રણેય બેન્કના સૂચિત મર્જર માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. મર્જર એન્ટિટીનો કુલ બિઝનેસ રૂ. ૧૪.૮૨ લાખ કરોડનો હશે. મર્જર માટે સંબંધિત બેન્કોના બોર્ડની મંજૂરી લેવી પડશે. નવી બેન્ક દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેન્ક બનશે.

You might also like
728_90