નવા ૨૪ બગીચાનું મેન્ટેનન્સ પણ ખાનગી કંપનીને સોંપાશે

અમદાવાદ: નિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના આનંદપ્રમોદ માટે નવા ર૪ બગીચા બનાવાયા છે, જોકે તંત્રના બાગબગીચા વિભાગમાં અન્ય વિભાગની જેમ બગીચાના મેન્ટેનન્સ માટે પૂરતો સ્ટાફ નથી, જેના કારણે આ નવા બગીચા માટે પણ સત્તાવાળાઓ ખાનગીકરણનો રાહ અપનાવીને ટેન્ડર મંગાવશે.

તંત્રની માલિકીના શહેરભરમાં કુલ ર૪ર બગીચા છે, જેમાં અમૂલને ર૩૦ બગીચા મેન્ટેનન્સ હેતુ અપાયા છે. આ ઉપરાંત પ્રસિદ્ધ લો ગાર્ડન અને ઉત્તમનગર ગાર્ડનનું મેન્ટેનન્સ આસિમા અને પરિમલ ગાર્ડનનું મેન્ટેનન્સ ટોરેન્ટ કંપની સંભાળે છે. તંત્ર હસ્તક અન્ય નવ બગીચાનું મેન્ટેનન્સ ગાયત્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અન્ય પાંચ સંસ્થાને સોંપાયું છે.

છેલ્લા એક છેલ્લા એક વર્ષથી અમૂલ ડેરી હસ્તકના બગીચાના મેન્ટેનન્સ સંબંધિત અનેક ફરિયાદ ઊઠતાં સત્તાવાળાઓએ તેને ગંભીરતાથી લીધી છે. તાજેતરમાં અમૂલ ડેરીના સંચાલકો સાથે બગીચાના યોગ્ય મેન્ટેનન્સ માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઇ હતી.

હવે સત્તાવાળાઓ ર૪ બગીચાના મેન્ટેનન્સનું પણ અગાઉની જેમ ખાનગીકરણ કરવા જઇ રહ્યા છે. ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવા બગીચાના મેન્ટેનન્સનો મુદ્દો ચર્ચાયો હતો, જેમાં શાસક ભાજપના સભ્યોએ બગીચાના મેન્ટેનન્સ માટે બીજી સંસ્થાને પણ બોલાવવી તેવી ઉગ્ર માગણી કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે તેમાં સંમતિનો સૂર પુરાવ્યો હતો. આ અંગે પ્રવીણ પટેલ વધુમાં કહે છે, મ્યુનિસિપલ માલિકીના નવા ર૪ બગીચાના મેન્ટેનન્સ માટે ટેન્ડર મંગાવીને સ્પર્ધાત્મક માહોલ ઊભો કરાશે.

You might also like