રાજનીતિ અને રેલવે સુધારામાં મોદી સરકારને ડિસ્ટિંક્શન, બાકી સ્કીમમાં ફર્સ્ટ ક્લાસ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે ડિપ્લોમેસીના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. સાથે જ ભારતીય રેલવેમાં સુધારો કરીને પણ સરકારે સારા કામનો અંદાજો આપ્યો છે. એક ઓનલાઇન સર્વેમાં ભાગ લેનાર મોટાભાગના લોકોએ આ ફિટબેક આપ્યો છે.

mygov.in પર 20 હજારથી વધુ લોકોએ કર્યું વોટિંગ
મોદી સરકારના બે વર્ષ પુરા થતાં પીએમ મોદીએ ઓનલાઇન સર્વેના માધ્યમથી સરકારી યોજનાઓ પર સામાન્ય લોકોનું મંતવ્ય માંગ્યું હતું. તેમણે લોકોને સરકારને રેટ આપવાનું કહ્યું હતું. કેન્દ્ર સરકારના પોર્ટલ mygov.in પર થઇ રહેલા સર્વેમાં 20 હજારથી વધુ લોકોએ ભાગ લઇને પોતાનું મંતવ્ય આપ્યું હતું. આ ઓનલાઇન મંચ મોદી સરકાર બન્યાના તાત્કાલિક બાદ જુલાઇ 2004માં બનાવવામાં આવ્યું હતું.

ટોપ પર રહ્યું રેલવે અને હાઇવે સુધારાનું કામ
આ ઓનલાઇન સર્વેના રિઝલ્ટથી ઘણ રસપ્રદ ટ્રેંડ સામે આવ્યા છે. સરકાર દ્વારા રેલવેમાં સુધારાની પહેલ લોકોએ સૌથી વધુ વખાણી છે. રેલવે અને હાઇવે સેક્ટર પર 4.5, વિદેશનીતિને 4.4, મેક ઇન ઇન્ડિયા 4.2, અને ઉર્જા મંત્રાલયને 4.1, સ્કોર પ્રાપ્ત કરી સરકારની સૌથી સારા પાંચ પહેલમાં સ્થાન બનાવ્યું છે. લોકોને 5 સુધી રેટીંગ કરવાનું હતું.

ઓછું પસંદ આવ્યું કાળુ નાણું પરત અને સ્વચ્છ ભારત અભિયાન
આશ્વર્યની વાત એ છે કે સરકારની મોટી પહેલ કહેવાતી કાળાનાણાની વાપસી અને સ્વચ્છ ભારત અભિયાનને લોકોએ ઓછી સારી પહેલ ગણાવી છે. સ્વચ્છ ભારત અભિયાનને 3.8, કાળાનાણાની વાપસીના પ્રયત્નને 3.4 રેટ આપ્યા છે. શિક્ષણમાં ક્વોલિટીને વધારવાની યોજનાને 3.8 સ્કોર મળ્યો છે.

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યાવાહીની 82 ટકા રેટિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે લોકોને મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધીઓ કાર્યવાહીને લઇને 82 ટકા પસંદ કર્યું. આ સર્વે વેબસાઇટ પર હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. બે ભાગમાં થયેલા આ સર્વેમાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પહેલા ભાગમાં સરકારી યોજનાઓ વિશે લોકો કેટલું જાણે છે અને બીજા ભાગમાં સરકારી પહેલને લોકો કેટલા રેટ કરે છે તે સાથે સંકળાયેલા પ્રશ્નો હતા.

સૌથી ઓછા રેટિંગને પણ 68 ટકા અંક
આ 15 પ્રશ્નોના સર્વેમાં સરકારની પહેલને સૌથી ઓછા રેટ 3.4 મળ્યા. આ પ્રકારે સરકારી સૌથી ઓછી પસંદ કરવામાં આવતી પહેલને પણ 68 ટકા રેટ મળ્યા છે. 15 પ્રશ્નોમાંથી 8થી વધુને 4 ટકાથી વધુ એટલે કે 80 ટકા સ્કોર મળ્યો છે. તો બીજી તરફ રેલવે અને હાઇવેને 80 ટકા એટલે કે 4.5 રેટ પ્રાપ્ત થયો છે.

ટોલ ફ્રી નંબર પર કોલ અને મિસકોલથી પણ રેટિંગ
મોદી સરકાર ટૂંક સમયમાં આ સર્વેને ફોનના માધ્યમથી કરાવવાની યોજના પર કામ કરી રહી છે. ટોલ ફ્રી નંબર 1800-11-7800ને 8 જૂનથી એક્ટિવેટ કરી દેવામાં આવશે. લોકો તેના પર કોલ કરી સર્વેમાં ભાગ લઇ શકે છે. દેશના નાગરિક 09514200100 પર મિસ કોલ કરશે તો તેમને એક વળતો કોલ આવશે અને તેમને સર્વેમાં સામેલ કરી લેવામાં આવશે.

દેશની બધી ભાષામાં થશે સર્વે
આ સર્વે પણ લોકોને પુરો પાડવામાં આવશે. હાલમાં તેને હિંદી અને અંગ્રેજી ઉપરાંત કન્નડ, તમિલ, બાંગ્લા, ગુજરાતી અને તેલૂગૂમાં શરૂ કરવામાં આવ્યો છે. બાકી ભાષાઓમાં પણ તેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

You might also like