ભારતમાં ત્રીજીથી 19મી સદી વચ્ચેનો આર્કિટેક્ટનો અદભૂત નમુનો એટલે વાવ

ભારતનો ઇતિહાસ ખુબ જ ભવ્ય રહ્યો છે. ઐતિહાસિક અને પ્રાચીન બાંધકામોને કારણે ભારતમાં સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. દર વર્ષે ભારતમાં લાખો વિદેશી લોકો ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરોને જોવા આવે છે. વર્ષો પહેલાં બંધાયેલી ભવ્ય ઇમારતો આજે પણ દુનિયાના તમામ આર્કિટેક્ટ માટે પ્રેરણારૂપ છે.

ભારતમાં ત્રીજી સદીથી લઇને 19મી સદીની વચ્ચે ગામડાઓમાં જ્યારે પાણીનો સંગ્રહ કરવા માટે કોઇ અન્ય સાધનો નહોતા ત્યારે વાવ બનાવવામાં આવતી હતી. ભારતના કેટલાયે ગામડાઓમાં આ વાવો આજે પણ અકબંધ છે. જેમાંની કેટલીક વાવોને તો યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આવેલી પાટણની રાણીની વાવને પણ યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે.

એક વિદેશી પત્રકારે ભારત ભ્રમણ કરીને સમગ્ર દેશમાં આવેલી 120 જેટલી અદભૂત વાવોના ફોટા લીધા છે. આ દેશી પત્રકારે વાવોના બાંધકામ અને તેની કોતરણીને પોતાના ફોટોગ્રાફ્સમાં કેદ કરી હતી. ખુબ જ દુખની વાત છે કે આટલી સુંદર અને ભવ્ય ઇમારતોની ભારતમાં થવી જોઇએ તેવી યોગ્ય જાળવણી નથી થઈ રહી.

You might also like