પૂર્વ પ્રેમિકાના પતિની હત્યામાં દેવદત્ત અને તેના સાગરિત અમઝદની ધરપકડ

અમદાવાદ: શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં માથા ફરેલ દેવદત્ત શાહ નામના યુવકે તેના સાગરિત સાથે મળી પૂર્વ પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. આ મામલે ઘાટલોડિયા પોલીસે દેવદત્ત અને અમઝદની ધરપકડ કરી છે. દેવદત્તે ગઇ કાલે તેની પૂર્વ પ્રેમિકાના પતિ વિવેકના જન્મ દિવસે જ વિવેકની પૂર્વ પ્રેમિકાને રૂ.૧.પ૦ લાખ લેવાના છે. તે બાબતે ઝઘડો કરી હત્યા કરી નાખી હતી. પોલીસે હાલ બંનેની ધરપકડ કર્યા બાદ દેવદત્તે ખરેખર પૈસા લેવા બાબતે ઝઘડો કર્યો હતો કે અન્ય બાબત છે તેની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી હનુસાર વસ્ત્રાપુર લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતી સુનીતાના પ્રેમ લગ્ન વિવેક રાજપૂત સાથે થયાં હતાં. ગઇ કાલે વિવેકનો જન્મ દિવસ હોઇ સુનીતા અને તેના મિત્રો પાર્ટી મનાવતા હતા. દરમ્યાનમાં સુનીતાના પૂર્વ પ્રેમી દેવદત્તને વિવેક સાથે સુનીતાએ લગ્ન કર્યાં તે ન ગમતાં અવારનવાર બોલાચાલી તેઓ સાથે કરતો હતો.

ગઇ કાલે દેવદત્તે સુનીતાના મોબાઇલમાં મેસેજ કરી વિવેકને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ પ્રિયંકા તારી પાસે રૂ.૧.પ૦ લાખ માગે છે. આ પૈસાનો હવાલો મને આપ્યો છે તો પૈસા આપી દે અને ગાળાગાળી કરી હતી.  પ્રિયંકાના ઘર નજીક પ્રિયંકા, દેવદત્ત અને વિવેક તેના મિત્રો સાથે અાવ્યો હતો. ત્યાં દેવદત્તે તેના મિત્ર અમઝદ સાથે મળી છરીના ઘા મારી વિવેકની હત્યા કરી નાખી હતી.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પી.આઇ. એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે બંને આરોપીઓની ધરપકડ થઇ ગઇ છે. દેવદત્તને ખરેખર હવાલો આપ્યો હતો કે કોઇ અન્ય બાબત છે તેની તપાસ ચાલુ છે. દેવદત્તની સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જ ત્રણ થી ચાર ગુના નોંધાયા છે. આરોપી દેવદત્તે માર્ચ મહિનામાં અવાજ કરવાના મુદ્દે કેમ્બે હોટલ બહાર આવેલ હુક્કાબાર પાસે ફાયરિંગ કર્યું હતું. તેની સામે પાસાની પણ કાર્યવાહી કરાઇ હોવાનું જાણવા મળે છે.

home

You might also like