રોહિત શેખરની હત્યાનો કેસ ઉકેલાયોઃ પત્ની અપૂર્વાએ ગુનો કબૂલી લીધો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાકાંડમાં આખરે ક્રાઇમ બ્રાન્ચે રોહિતની પત્ની અપૂર્વ શુકલાની ધરપકડ કરી લીધી છે. નક્કર પુરાવા હાથ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે હવે ગુનો પણ કબૂૂલી લીધો છે.

શરૂઆતથી જ ક્રાઇમ બ્રાન્ચને રોહિતની પત્ની અપૂર્વા પર શંકા હતી. અપૂર્વા વારંવાર પોતાના નિવેદન બદલી રહી હતી. જે રાત્રે ઘટના ઘટી હતી તેને લઇને અપૂર્વાએ અત્યાર સુધી ત્રણ અલગ અલગ નિવેદન આપ્યાં હતાં.

મૃત્યુના થોડા કલાક પહેલાં રોહિતની પત્ની અપૂર્વાએ રોહિતની માતાને એવું કહ્યું હતું કે રોહિત સૂતો છે. જ્યારે એ જ વખતે રોહિત રૂમની બહાર આવે છે અને માતા સાથે ભોજન પણ લે છે. રોહિત રાત્રે ૧-૦૦ વાગ્યે પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો હતો અને બીજા દિવસે સાંજે ૪-૦૦ વાગ્યા સુધી ઉઠયો નહોતો અને તેથી પોલીસને તેની પત્ની પર પાકો શક ગયો હતો.

You might also like