મ્યુનિસિપલ તંત્ર ડોર ટુ ડમ્પની ફરિયાદ માટે ફોન નંબર શરૂ કરશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘરે ઘરેથી કચરો એકઠો કરીને પીરાણા ડમ્પ સાઇટમાં ઠાલવવાની જૂની સિસ્ટમથી નાગરિકો તોબા પોકારી ઊઠયા હતા. તંત્ર દ્વારા મહિનાઓ લાંબા વિવાદ પછી ડોર ટુ ડમ્પની કામગીરી માટે નવી સિસ્ટમ અમલમાં મુકાઇ છે. સત્તાધીશો નવી સિસ્ટમની અનેક ખૂબીઓનાં ગુણગાન ગાય છે. તેમ છતાં નવી સિસ્ટમ હજુ પૂરેપૂરી અસરકારક બની નથી. આજે પણ કચરાની ગાડીની અનિયમિતતા સહિતની ફરિયાદોનું પ્રમાણ યથાવત છે. જેના કારણે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ફોન નંબર શરૂ કરશે.

છેક ગત તા.૧૧ ઓગસ્ટ, ર૦૧૭એ મેયર ગૌતમ શાહના હસ્તે તેમના નારણપુરા વોર્ડ અને ઇસનપુર વોર્ડથી ડોર ટુ ડમ્પની નવી સિસ્ટમનો પ્રારંભ કરાયો હતો. તે વખતે તા.૩૦ ઓગસ્ટ સુધીમાં શહેરના તમામ ૪૮ વોર્ડમાં ડોર ટુ ડમ્પની નવી સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં આવી જશે તેવો તંત્ર દ્વારા દાવો કરાયો હતો.

ડોર ટુ ડમ્પનો કેન્દ્રીયકૃત ફરિયાદ નંબર તંત્રની સીસીઆરએસ સિસ્ટમનો ૧પપ૩૦૩ નંબર જેવો હશે તેમ જણાવતાં જાણકાર સૂત્રો કહે છે કે વર્ષે દહાડે રૂ.૩૮૦ કરોડ જેટલી જંગી રકમ ડોર ટુ ડમ્પના કોન્ટ્રાકટરોનેે ચૂકવાશે તેમ છતાં પણ નવા કોન્ટ્રાકટરોની કામ પ્રત્યેની બેદરકારી આઘાતજનક છે.

You might also like