ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ

અમદાવાદ: ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. બે દિવસમાં ચાંદીના ભાવમાં ૧૧૦૦થી વધુનું ગાબડું નોંધાઇ આજે શરૂઆતે ચાંદી ૩૯,૦૦૦ની સપાટી તોડી નીચે ૩૮,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યા હતા. સોનામાં પણ વધુ ઘટાડો નોંધાઇ ૩૦,૪૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં સોનાના ભાવમાં ૨૦૦થી વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું ૧,૨૭૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું છે. જે બે સપ્તાહ અગાઉ ૧૩૦૦ ડોલરની સપાટીએ જોવાયું હતું. સ્થાનિક બજારમાં નવી માગના અભાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

You might also like