મહેલથી પણ મોંઘો કૂતરોઃ કિંમત છે રૂપિયા ૨૦ કરોડ

નવી દિલ્હીઃ  જો કદાચ તમને રસ્તામાં સામે સિંહ મળે તો તમારી હાલત કેવી બની જાય? પંરતુ અહીં વાત છે અદદલ સિંહ જેવા દેખાતા કૂતરાની. આવા કૂતરાને જોઈને કદાચ સિંહ પણ શરમાઈ જાય તેમ છે. સિંહ જેવો લાગતો આ કૂતરો સામાન્ય કૂતરાથી સાવ અલગ જ પ્રકારનો છે. ત્યારે કૂતરા પ્રેમીઓએ આવા કૂતરાની ખરીદી કરવા તેમના ખિસ્સામાં ૨૦ કરોડ રાખવા પડશે. મૈસ્ટિફ પ્રજાતિના આ કૂતરાની હરાજીમાં ૨૦ કરોડની બોલી લગાવી તેની ખરીદી કરી હતી.

મૈસ્ટિફ પ્રજાતિનો આ કૂતરો દેખાવમાં સિંહ જેવો નથી લાગતો નથી. પરંતુ તે સિંહ જેવી તાકાત પણ ધરાવે છે. અને તેથી જ આ કારણસર તેને વિશ્વનો સૌથી કિંમતી કૂતરો માનવામાં આવે છે. આ કૂતરા માટે સૌથી વધુ ઊંચી બોલી અત્યાર સુધીમાં ચીનમાં બોલાઈ છે.

અેક ચીની વ્યકિતએ આ કૂતરાને ૨૦ કરોડમાં ખરીદયો હતો. ચીનમાં મૈસ્ટિફ પ્રજાતિના કૂતરાને ઘરમાં રાખવાની બાબતને શુભ માનવામાં આવે છે. અને તેથી જ એ કારણ છે કે ચીનમાં આ કૂતરાને મોટાભાગના લોકો તેને ખરીદવા માગે છે.આ કૂતરાને સિંહ જેવા વાળ જોવા મળે છે. આ કૂતરાની ઉંચાઈ ૩૧ ઈંચ અને તેનું વજન ૯૦ કિલો છે. મૈસ્ટિફ પ્રજાતિના આ કૂતરા માત્ર તિબેટમાં જ જોવા મળે છે. ચીનના અેક નાગરિકે આ કૂતરાને ૨૦ કરોડમાં ખરીદીને લોકોને અચરજમાં મૂકી દીધા છે.

You might also like