ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવાશે?

અમદાવાદ: સેન્સેક્સે ૨૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે એટલું જ નહીં નિફ્ટીએ પણ આજે ૮૭૦૦ની સપાટી વટાવી છે. રાજ્યસભામાં જીએસટી બિલ પસાર થઇ જશે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. એફઆઈઆઈ પણ કેશ માર્કેટમાં સતત ખરીદી વધારી રહ્યા છે, જોકે જુલાઇ મહિનામાં જોવા મળેલી એકધારી તેજી બાદ ઓગસ્ટ મહિનામાં બજારમાં પ્રોફિટ બુકિંગ જોવાઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઇ રહ્યો છે તેના સંકેત પાછલા સપ્તાહે જ જોવા મળ્યા હતા. ઓગસ્ટ સિરીઝનો આરંભ પણ નબળો થયો હતો. પાછલા સાત વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઇએ તો ચાર વખત ઓગસ્ટ મહિનામાં બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી છે, જ્યારે ત્રણ વખત બજાર સુધર્યું છે.

You might also like