આધુનિક દુનિયામાં પ્રગતિ માટે અંગ્રેજી ભાષા જ આવશ્યકઃ જસ્ટિસ એહમદી

અમદાવાદ: આધુનિક દુનિયામાં પ્રગતિ માટે અંગ્રેજી ભાષા આવશ્યક છે અને બાળકોને જરૂરી કૌશલ્ય હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મુકવો જોઈએ તેમ સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ અઝીઝ એમ. એહમદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર શિક્ષણ દ્વારા જ જીવનમાં આગળ વધવા માટેની તક રહે છે. જસ્ટિસ એહમદી, શાહપુર મિલ કમ્પાઉન્ડ, બહાઈ સેન્ટર, શમા સ્કૂલા નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું.

આ સ્કૂલ વર્ષ ૨૦૦૨માં નફો નહીં કરવાના હેતુથી સ્થપાયેલા અને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાત સાર્વજનિક વેલફેર ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવી છે. આ પ્રયાસ દ્વારા સંસ્થા કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરી રહી છે.

આ સમારંભમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચેરમેન મૌલાના સૈયદ મૌહમદ રાબિયા હસની નદવી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપસે અને જામિયા ઈસ્માઈલિયા ઈશાતુલ ઉલુમના મોહતમીમ મૌલાના ગુલામ મોહંમદ વસ્તાનવી, ગુજરાત લાઈવલસી હુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી, ડી.એ. સત્યા મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

જીએસડબલ્યુટીના જણાવ્યા મુજબ શમા સ્કૂલની તમામ શાખાઓમાં કન્યા છાત્રાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તે હકીકત દર્શાવે છે કે કન્યા શિક્ષણનો મજબૂત પાયો નાંખવાના પ્રયાસોને સફળતા મળી છે.જીએસડબલ્યુટી તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ શમા સ્કૂલની શાખા વિસ્તરણનું વધુ એક કદમ ઉઠાવશે. આ નવી સ્કૂલ સરખેજ રોડ ઉપર આફરીન પાર્ક, ફતેહવાડી ખાતે આવેલી છે. નવા પુરા, વટવા ખાતે સ્થપાનાર શમા ઔદ્યોગિક તાલિમ કેન્દ્રનો પણ પાયો નાંખવામાં આવશે. આ સંસ્થાનો ઉદ્દેશ મહિલાઓમાં વ્યવસાયલક્ષી કૌશલ્ય વિકસાવીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ પ્રસંગે સાંસદ અહેમદ પટેલ, કાયદા અને ન્યાય વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજરી આપશે.

You might also like