પરંપરાગત ઢબે રંગાયેલું છે આધુનિક શહેર કોલકાતા….

કોલકાતા શહેરના બે ચહેરા છે. એક કોલકાતા બંગાળની પ્રાચીન પરંપરાઓનું વાહક છે જ્યારે બીજા ચહેરામાં અંગ્રેજોની છાપ જોવા મળે છે. જેમાં કોલોનીના જમાની પ્રાચીન યાદો જોવા મળે છે. કોલકાતામાં એક જ્યાં જૂના પૌરાણિક મંદિર, મઠ છે તો બીજી તરફ તમે વિકટોરિયા મેમોરિયલ, હાવડા બ્રિજ જેવી આધુનિક સંરચનાઓ જોવા મળે છે.

સૌથી સારી વાત એ છે કે આટલા બધા વિરોધાભાસ વચ્ચે પણ આ શહેર સાચે જ ‘સિટી ઓફ જોય’ છે. ખરેખર અહીં ખુશી ઘણા બધા પૈસાની આજ્ઞાકારી નથી. તમે થોડા પૈસામાં પણ કોલકાતામાં આનંદ માણી શકો છો.


વિક્ટોરિયા મેમોરિયલથી થોડી દૂર પર આવેલ સફેદ સ્તંભથી સજાવેલ ખૂબસુરત પ્રિન્સેસ ઘાટ છે. તેનું નિર્માણ એંગ્લો-ઇન્ડિય સ્કોલર જેમ્સ પ્રિન્સેપની યાદમાં 1843માં હુગલી નદીના કિનારે કરવામાં આવ્યું હતું.


અહીં એક ખૂબસુરત બગીચો આવેલ છે. અહીં જો તમારે પરંપરાગત રીતે બોટનો આનંદ માણવો હોય તો અહીં સાંજના સમેય આવી શકો છો.

કોલકાતાના ઓળખ હાવડા બ્રિજ બંને શહેર કોલકાતા અને હાવડને જોડવા માટે અંદાજે 75 વર્ષ પહેલા હુગલી નદી પર બનાવામાં આવ્યો હતો. 1965માં તેનું નામ બદલી કવિ અને નોબેલ પુરસ્તાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નામ પર રવિન્દ્ર સેતુ રાખવામાં આવ્યું હતું.


જો કે હાલમાં પણ આ બ્રિજને લોકો હાવડા બ્રિજના નામે જ પસંદ કરે છે. આ એક એવો બ્રિજ છે જેમાં કોઇપણ પ્રકારના નટ-બોલ્ટ લગાવામાં આવ્યા નથી. આ દુનિયાના છ લાંબા સસ્પેન્શન બ્રિજમાંનો એક છે.


કોલકાતાના ટ્રામ એશિયાનું સૌથી જૂનુ ટ્રાન્સપોર્ટ માનવામાં આવે છે. તેની શરૂઆત 27 માર્ચ 1902માં થઇ હતી. તેનું ઉધ્ધાટન લોર્ડ રિપન દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ભલે શહેરમાં ટેકસી અને મેટ્રોની સાથે ગતિ પકડી લીધી હોય પરંતુ કોલકાતાનું ઓલ્ડ વર્લ્ડ ચાર્મ ટ્રામ દ્વારા હજુ પણ ચાલે છે.

You might also like