એરબેગ સ્માર્ટફોનને તૂટવાથી બચાવશેઃ પડતાંની સાથે કરોળિયાની જેમ ખૂલી જશે

બર્લિન: આજ કાલ મોબાઈલ ફોનનો જે રીતે ક્રેઝ વધી રહ્યો છે તેને જોતાં કંપનીઓ પણ મોંઘાદાટ મોબાઈલ બનાવી રહી છે. તેથી મોબાઈલ ધારકો પણ સતત તેની ચિવટ રાખતા હોય છે તેમ છતાં કોઈવાર મોબાઈલ તૂટી જાય તો તેને કેવી તૂટતો કેવી રીતે બચાવવો તે અંગે જર્મનીની એલન વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી ફિલિપ ફ્રેજલે એક એવી એરબેગનું સંશોધન કર્યું છે કે જેની મદદથી જો મોબાઈલ પડી જાય તો તેમાંથી કરોળિયાના પગ જેવી સ્પ્રિંગ બહાર આવીને મોબાઈલને તૂટતો બચાવી લેશે.

સ્માર્ટફોનનું આ સુરક્ષા કવચ જોવામાં સામાન્ય કવર જેવું જ દેખાય છે. પરંતુ તેના ચારેય ખૂણાની રચના એવી કરવામાં આ‍વી છે કે તે મોબાઈલ ફોનને તૂટતો બચાવી લેશે. આ નવાં સંશોધન અંગે ફિલિપ ફ્રેજલે જણાવ્યું કે તેને આ અંગેનો વિચાર તેનો ફોન તૂટી ગયા બાદ આવ્યો હતો.

તેણે કરેલા સંશોધનમાં આ કવર પર એક સેન્સર લગાવ્યું છે. જે ફોન હવામાં પડતાં જ તેને ડિટેકટ કરી લેશે. અને કરોળિયાના પગ જેવી સ્પ્રિંગ બહાર આવી જશે. જેનાથી મોબાઈલ જમીન પર પડવાને બદલે હવામાં ઉછળવા લાગશે. મોબાઈલ ફોન પડવાની સાથે જ અેરબેગ ખૂલી ગયા બાદ તેને પુશ કરવામાં આવતાં તેમાં લાગેલા કેપર કેસની અંદર જતા રહે છે. ફ્રેજલે આ ડિવાઈસને એડી કેસ નામ આપ્યું છે. જેમાં અેડીનો અર્થ એકિટવ ડેમ્પિંગ થાય છે.

આ રીતે જર્મનીની એલન વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી ફિલિપ ફ્રેજલે કરેલી શોધથી હવે આગામી દિવસોમાં મોબાઈલ ધારકો તેમના મોબાઈલ ફોન તૂટતા બચાવી શકશે.અને આ રીતે એરબેગ સ્માર્ટફોનને તૂટવાથી બચાવી લેશે.

You might also like