આશરે 10,000 રૂપિયાની કિંમતનું લેપટોપ, જાણો તમારા કામનું છે કે કેમ!

હાલમાં જ લોન્ચ થયેલા વિન્ડોઝ 10 લેપટોપ રિવ્યુ માટે આરડીપી થિંકબુક, એસર એસ્પાયર વન ક્લાઉડબુક 11 અને હાલમાં જ આઇબોલ કોમ્પબુક એગ્જેમ્પિલયર આવ્યા હતા. આમાંથી લગભગ તમામ લેપટોપ એક જેવા જ સ્પેસિફિકેશનવાળા છે, ફર્ક માત્ર વિલ્ડ ક્વોલિટી અને ડિઝાનનો છે.

માઇક્રોમેક્સે મે માસમાં આ સેગ્મેન્ટમાં પોતાનું કેનવાસ લેપબુક એલ1160 પ્રોડક્ટ રજૂ કર્યું હતું. આની કિંમત 10,499 રૂપિયા છે. આ પોતાના ક્લાસનું 11.6 ઇંચની ડિસ્પલેવાળું સૌથી સસ્તુ લેપટોપ છે. આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે કંપનીએ ઓછી કિંમતે લોન્ચ કરેલું આ લેપબુક પર્ફોર્મન્સ સાથે કોઈ સમાધાન તો નથી કરતુંને?

11.6 ઇંચના આ લેપબુકની સૌથી મોટી ખાસિયત તેનું કોમ્પેક્ટ હોવું છે. તેનું વજન માત્ર 1.1 કિલોગ્રામ છે. તેને મોડ બંધ કર્યા પથી ઘણું કોમ્પેક્ટ લાગે છે. લેપબુકને પ્લાસ્ટિકથી બનાવવામાં આવ્યું છે. પણ ખુશીની વાત છે કે તેનું લીડ વળતું નથી.

કૈનવાસ લેબબુક એલ1160 મલ્ટીટાસ્કીંગમાં ઠીકઠાક છે. તે જલદીથી બુટ અપ થાય છે અને તેના પર મલ્ટીટાસ્કિંગ કરવું પણ અપેક્ષા કરતા ઓછું અઘરું છે. આ લેપટોપ તમને થોડું ધીમું લાગશે. અને બટનનો ઉપયોગ કરતી વખતે થોડું ગરમ થઈ જાય છે.

You might also like