પાર્ટીમાં જતાં પહેલાં માત્ર 20 મિનિટ માટે લાગવો આ MASK

પાર્ટી અને સૌંદર્ય બંને મહિલા માટે ખૂબ જ ખાસ હોય છે, જો અચાનક કોઈ પાર્ટીમાં જવાનું થાય અને મહિલાઓ ફેશિયલ ના કરાવે તો સમસ્યા ઉભી થતી હોય છે. તેવામાં તેમની પાસે પાર્લર જવાનો સમય હોતો નથી અને કોઈ પણ નવા ઉત્પાદનનો ઉપયોગ પણ થઇ શકાતો નથી. તેમના માટે એક સરળ રસ્તો છે કે, ઘરમાં જ ફેશિયલ ચહેરો બનાવો, તેનથી ચહેરા પર કોઇ આડઅસરો પણ થતી નથી, તો આવો જાણીયે તેના વિશે.

ફેશિયલ કરવા માટે જરૂરી સામ્રગી :
બેસન – 1 ચમચી
ચંદનન પાઉડર – 1 ચમચી
કાચું દૂધ – 4 ચમચી
બટાકા(છીણેલા) – 1

આ રીતે કરો ઉપયોગ :
1. બધી સામ્રગીઓ ભેગી કરીને તેનું મિશ્રણ કરો, અને તેની પેસ્ટ તૈયાર કરો.
2. તેને ચહેરા પર 20 મિનિટ લગાવી સૂકાવા દો.
3. ત્યારબાદ ચહેરાને પાણીથી હળવા હાથે સાફ કરો.
4. ચંદનનો પાઉડર બેકટેરિયા સામે લડવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત કરચલીઓ, ફાઇન રેખાઓ,કાળા-ધબ્બા દૂર કરવા માટે ખૂબજ ફાયદાકારક છે.
5. બેસન ટેનિંગને દૂર કરવાનું કામ કરે છે.
6. દૂધ કુદરીતે રીતે નરઆર્દ્રતા જાળવી રાખે છે.
7. બટાકા ચામડીના રંગને નિખારવાનું કામ કરે છે.

You might also like