શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૮ પોઇન્ટના ઘટાડે ૨૫,૨૦૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૭ પોઇન્ટના ઘટાડે ૭,૬૭૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને આજે શરૂઆતે બેન્કિંગ સેક્ટરના સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

આજે શરૂઆતે આઇટીસી, ઇન્ફોસિસ, એચડીએફસી કંપનીના શેર્સમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ભેલ, એક્સિસ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, સિપ્લા અને એનટીપીસી કંપનીના શેર્સમાં સકારાત્મક ચાલ જોવાઇ હતી. આઇટી સ્ટોક્સ પણ તૂટ્યા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી બજારમાં જોવાયેલી તેજીની ચાલ બાદ આજે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જોકે સરકારે બેન્કોની વધતી જતી એનપીએને લઇને બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા તેજ કરી છે. બેન્કિંગ સ્ટોક્સ માટે આ સારા સંકેત ગણાવી શકાય તેવું નિષ્ણાતોનું માનવું છે.

You might also like