શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યુંઃ ઓઈલ એન્ડ ગેસ સેક્ટર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૧ પોઇન્ટને સુધારે ૨૯,૭૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૨ પોઇન્ટને સુધારે ૯,૨૧૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ક્રૂડમાં જોવા મળેલા સુધારાની ચાલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૨૩ ટકા, ભેલ કંપનીના શેરમાં એક ટકા, જ્યારે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૯૯ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ એચડીએફસી, ગેઇલ અને વિપ્રો કંપનીનો શેર પ્રેશરમાં નોંધાયો હતો. આ કંપનીના શેરમાં ૦.૫૦થી ૦.૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર ઇન્ડેક્સ રેડ ઝોનમાં જોવા મળ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like