કનૈયા કુમાર પર હૂમલો કરનારની શાહ સાથેની સેલ્ફી વાઇરલ

નવી દિલ્હી : ગત્ત એપ્રીલ માસમાં જેએનયું વિદ્યાર્થી સંઘાધ્યક્ષ કનૈયા કુમાર સાથે ફ્લાઇટમાં મારામારી કરનાર આરોપી માનસ ડેકાએ સોશ્યલ મીડિયા પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર પુણેમાં થયેલા કાર્યક્રમમાં ડેકા અસમનાં એક સંગઠનનું નેતૃત્વ કરી રહ્યો હતો. જેનાં કારણે તેની મુલાકાત અમિત શાહ સાથે પણ થઇ હતી.

ડેકાએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારનાં સ્કિલ ઇન્ડિયા હેઠળ ચાલુ કરવામાં આવેલ પ્રમોદ મહાજન સ્કિલ એન્ડ આત્રપ્રેન્યોરશિપનું ઉદ્ધાટન કરવા માટે આવેલા શાહ સાથે મુલાકાત રી હતી. જો કે યુવાનોએ સમારંભમાં ભાગ નહોતો લીધો અને તેઓ આ મુલાકાતની તુરંત બાદ જતા રહ્યા હતા. ત્યાર બાદ ડેકાએ આ તસ્વીરોને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 24 એપ્રીલનાં રોજ જેએનયુ વિદ્યાર્થી સંઘાધ્યક્ષ કનૈયા કુમારે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતા માનસ ડેકા પર હૂમલાનો આરોપ લગાવ્યો હતો. મુંબઇ પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી. જો કે ત્યાર બાદ મુંબઇ પોલીસે કનૈયાનાં દાવાને રદ્દીયો આપ્યો હતો. ત્યાર બાદ કનૈયાએ ટ્વીટ કરીને ડેકાને કટ્ટર ભાજપ સમર્થક જણાવ્યો હતો.

You might also like