યંગસ્ટર્સને ક્રેઝી કરનાર હોલિવૂડની ‘એવેન્જર્સ’નો જાદુ ચાલી ગયો

નવી દિલ્હી: દિલ્હી અને એનસીઅારનાં મ‌િલ્ટપ્લેક્સમાં અાજે ઘણા સમય બાદ એવી ફિલ્મ અાવી છે, જેના માટે લોકો ખૂબ જ ક્રેઝી થયા છે. અાટલો ક્રેઝ અા પહેલાં કોઈ મૂવી માટે જોવા મળ્યો નથી. વાત થઈ રહી છે હોલિવૂડ મૂવી ‘અેવેન્જર્સ’ની.

દિલ્હી એનસીઅારમાં તેના ૧૫૦૦થી વધુ શો એકસાથે ચાલશે એટલું જ નહીં, ઘણા સમય બાદ સલમાન સ્ટારર ‘સુલ્તાન’, ‘ટાઈગર જીંદા હૈ’ અને અામિર સ્ટારર ‘દંગલ’ તેમજ ‘પીકે’ ઉપરાંત રાજા મૌલીની ‘બાહુબ‌િલ-૨’ને દિલ્હી એનસીઅારમાં મળેલ કુલ સ્ક્રીન અને ટિકિટ પ્રાઈસની વાત કરીઅે તો કદાચ અાવું પહેલી વાર બન્યું કે જ્યારે હોલિવૂડની કોઈ ફિલ્મ અા બધી જ ફિલ્મોની સરખામણીમાં સૌથી વધુ સ્ક્રીન, શો અને અાકાશને અાંબતી ટિકિટો સાથે મ‌િલ્ટપ્લેક્સમાં અાવી છે.

માત્ર દિલ્હી એનસીઅારમાં નહીં, પરંતુ સમગ્ર દેશમાં અા ફિલ્મ માટે લોકો ક્રેઝી થયા છે. યુપી, ઇસ્ટ પંજાબમાં ફિલ્મ રિલીઝ કરનારી ડિસ્ટ્રિબ્યૂશન કંપનીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સાઉથ દિલ્હીના એક મ‌િલ્ટપ્લેકસ પર સવારે ૭ વાગ્યે શરૂ કરાશે તો અાગામી ૫૦ મિનિટમાં એટલે કે ૮ વાગ્યા પહેલાં દિલ્હી એનસીઅારમાં ૫૦થી વધુ સ્ક્રીન પર તેનો પહેલો શો શરૂ થશે.

‘અેવેન્જર્સ’ હોલિવૂડની પહેલી એવી ફિલ્મ છે, જેના શો ઉત્તર ભારતના લગભગ ૯૮ ટકા મ‌િલ્ટપ્લેક્સની સાથે-સાથે ૯૦ ટકા જેટલા સિંગલ સ્ક્રીનમાં રોજના લગભગ પાંચ સિંગલ સ્ક્રીન થિયેટરમાં ચાલશે. મ‌િલ્ટપ્લેક્સમાં પહેલી વાર એક જ દિવસમાં ૧૨થી ૧૬ જેટલા શો હશે. મ‌િલ્ટપ્લેક્સમાં ત્રણથી વધુ સ્ક્રીનમાં અા જ ફિલ્મ ચાલશે. અાવા સંજોગોમાં ‘અેવેન્જર્સ’ પહેલા જ વીકએન્ડમાં બોક્સ અોફિસમાં રેકોર્ડ કલેક્શન કરી શકે છે.

ફિલ્મની  ડિસ્ટ્રિબ્યૂશનકંપનીના નોર્થ ઇન્ડિયા હેડ પ્રવીણકુમારના જણાવ્યા મુજબ એવું પહેલી વાર થઈ રહ્યું છે જ્યારે હોલિવૂડની કોઈ ફિલ્મ દિલ્હીના ૯૮ ટકા સ્ક્રીનમાં રિલીઝ થશે.

અાકાશને અાંબતી ટિકિટો
સતત મંદીનો માર સહન કરી રહેલા મ‌િલ્ટપ્લેક્સ ઇચ્છવા છતાં પણ ‘પદ્માવત’, ‘ટાઈગર જિંદા હૈ’ જેવા સુપરસ્ટારની ફિલ્મો પર પણ પોતાના ટિકિટ રેટ વધારી શકી ન હતી, પરંતુ હવે જ્યારે યંગસ્ટર્સમાં અા ફિલ્મનો ક્રેઝ જોતાં એ ક્લાસ ડીલક્સ મ‌િલ્ટપ્લક્સ ગ્રૂપે પોતાના લક્ઝરી થિયેટરમાં છેલ્લા કેટલાય વર્ષની સરખામણીમાં સૌથી વધુ ૨૦૦થી લઈને ૯૦૦ રૂપિયા સુધીની ટિકિટ વધારી છે. દિલ્હીમાં તો કેટલાક મ‌િલ્ટપ્લેક્સમાં ટિકિટના રેટ ૨૨૦૦ સુધી પહોંચ્યા છે. ટોપ ક્લાસ મ‌િલ્ટપ્લેક્સમાં ટિકિટના રેટ ૧૦૦૦થી ૨૦૦૦ સુધી છે.

You might also like