જ્યારે સોશ્યિલ મીડિયાએ લીધા આ લોકોના જીવ!

મુંબઇઃ સોશ્યિલ મીડિયા પર આવેલી કોઇ પણ નાની વાત મોટી બની જાય છે. ત્યારે ઘણી વખત સોશ્યિલ મીડિયા પર  બોલિવુડ સ્ટારના કાંઇક એવા સમાચાર આવ્યા કે જે વાસ્તવિકતાથી ઘણા દૂર હતા. ખાસ કરીને કોઇ સેલિબ્રિટીના નિઘનના સમાચાર તો ઝડપથી સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

અમિતાભ બચ્ચનઃ 2012માં સોશ્યિલ મીડિયા પર એવા સમાચાર આવ્યા કે અમિતાભ બચ્ચનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. જો કે થોડી જ ક્ષણો તે એક અફવા હોવાનું સામે આવ્યું હતું.

શશી કપૂરઃ હાલમાં જ એટલે કે શશી કપૂરના જન્મ દિવસે જ તેમના મૃત્યુના સમાચાર સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને ખૂદ ટ્વિટર પર રીશી કપૂરે એક અફવા જણાવી હતી.

દિલીપ કુમારઃ દિલીપ કુમારના મૃત્યુની અફવા તો ઘણી વખત સામે આવી છે. તેઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે આવી અફવાઓ જોર પકડે છે. પછી સમાચાર આવે છે કે તેઓ ઠીક છે.

માધુરી દીક્ષિતઃ માધુરી દીક્ષીત પણ ખોટા મૃત્યુના સમાચારની શિકાર બની હતી. એક માધુરી નામની મહિલાનું મૃત્યુ થયું હતું અને સોશ્યિલ મીડિયાએ માધુરી દીક્ષિતનું હાર્ટએટેક આવવાને કારણે મૃત્યુ થયું હોવાનું ચલાવ્યું હતું.

ઐશ્વર્યા રાયઃ વર્ષ 2006માં ઐશ્વર્યા રાય માટે પણ કાંઇક આવી જ અફવા આવી હતી. ઇન્ટરનેટ પર એવા સમાચાર આવ્યા હતા કે કાર અકસ્માતમાં ઐશ્વર્યાનું મૃત્યુ.

લતા મંગેશકરઃ થોડા વર્ષો પહેલા લતા મંગેશકર માટે પણ આવી જ અફવા ફેલાઇ હતી અને તેમના ચાહકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

આશા પારેખઃ આશા પારેખના મૃત્યુના સમાચાર પર ઘણા પત્રકારોએ પણ ટ્વિટર પર શોક વ્યક્તિ કર્યો હતો.

રજનીકાંતઃ વર્ષ 2011માં રજનીકાંત હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે દેશમાં તેમના મૃત્યુની ખોટી અફવા ફેલાઇ હતી.

નાના પાટેકરઃ વર્ષ 2013માં નાના પાટેકરના મૃત્યુના પણ ખોટા સમાચાર આવ્યા હતા.

 

You might also like