Categories: India

કાળા નાણા બેંકમા લઇ જશો તો ઇન્કમ ટેક્સ કરશે આ રીતે કાર્યવાહી

નવી દિલ્હી : જો કોઇની પાસે કાળા નાણા છે અને તે બેંકમાં જુની નોટ બદલવા અથવા જમા કરાવવા માટે જાય છે તો તેની જાણકારી બેંક દ્વારા તુરંત જ ઇન્કમટેક્સ વિભાગ પાસે પહોંચશે. પૈન નંબર આપતાની સાથે જ તમામ માહિતી આઇટી પાસે પહોંચી જશે. ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વાર્ષિક આવકની માહિતી મેળવશે તેના માટે તે નોટિસ પણ ઇશ્યુ કરી શકે છે.

આ પહેલી નોટિસ હશે, જેના હેઠળ 15 દિવસની અંદર આઇટીઆઇ ફાઇલ કરીને આવક જાહેર કરવા માટેનો આદેશ આપવામાં આવશે. ગત્ત ત્રણ વર્ષની આવકની જાણકારી માંગવામાં આવશે. વિભાગ અસેસિંગ ઓફીસરને તમામ બેંક ખાતાઓ તથા સંપત્તિનો અહેવાલ એકત્ર કરવા માટે તમારા ઘરે મોકલી શકે છે.

જો કોઇ 142(1)ની નોટિસમાં કહેવાયેલી વાતો પર અમલ નથી કરતો અથવા જવાબ નથી આપતું તો અસેસિંગ ઓફીસર સેક્શન 144 હેઠળ તમારી આવક અને તેના પર લાગનારા ટેક્સનાં આધાર પોતે પેનલ્ટી લગાવી શકે છે. તમે એને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોઇ પણ પ્રકારે અટકાવી શકો નહી. આદેશ નહી માનનારને થોડા સમય માટે 4 રૂપિયા પ્રતિદિન અને ત્યાર બાદ 10 રૂપિયા પ્રતિદિનની પેનલ્ટી વસુલવામાં આવશે. એક વર્ષ સુધી કેદની સજાનું પ્રાવધાન પણ છે.

જો સાબિત થાય છે કે તમે આવક છુપાવી છે તો સેક્શન 148 હેઠળ નોટિસ મોકલવાની કાર્યવાહી થઇ શકે છે. છ વર્ષી આવકનો રેકોર્ડ પણ માંગવામાં આવશે. આવક સાબિત કરવા માટે તમામ જરૂરી કાયદેસરનાં દસ્તાવેજો પણ આપવા પડશે. જો તેવું નહી કરો તો સેક્શન 156 હેઠળ આગામી કાર્યવાહી કરવી પડશે. જેના કારણે ઇન્કમ ટેક્સ અધિકારી ઇનકમમાં ગડબડ જોશે તો ટેક્સ અને તેની સાથે પેનલ્ટી પોતાની અનુસાર ફટકારી શકે છે.

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago