પાવાગઢમાં અંતિમ નોરતે ઉમટ્યા હજારોની સંખ્યામાં ભક્તો

પાવાગઢમાં મહાકાળીના મંદિરે ચૈત્રી નવરાત્રીને લઇ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, હજારોની સંખ્યામાં ભક્તો માતાજીની માનતા પુરી કરવા આવી રહ્યા છે. નવરાત્રીમાં અત્યાર સુધી 1 લાખથી પણવધુ ભક્તો માતાજીના દર્શનાર્થે આવી ચુક્યા છે.

આજે અંતિમ નોરતુ હોવાથી ગત રાત્રિથી ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આટલી બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, સાંજ સુધીમાં લગભગ 3 લાખથી પણ વધુ ભક્તો માતાજીના દર્શનનો લ્હાવો લેશે. ભક્તોની સાચવણી માટે ડુંગર પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

You might also like