વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરીકાળથી શરૂઆત થશે.

છેલ્લા દિવસે છ સરકારી બિલ પર ચર્ચા કરી પસાર કરાશે. આજે બપોર બાદ બીજી બેઠકનો ત્રણ વાગે પ્રારંભ થશે. વિધાનસભામાં એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ હશે. બેઠકના અંતિમ એક કલાકમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા થશે.

આ છે સરકારી વિધેયકો પસાર કરાશે….

  • ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક
  • બોર્ડની પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓમાં અંકુશ મેળવવા સજાની જોગવાઈ
  • ત્રણથી પાંચ વર્ષની સજા અને બે લાખનો દંડ સૂચવવામાં આવ્યો
  • સરકારી માન્યતા વગર શાળા ચલાવતા, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા સંચાલકો સામે દંડની જોગવાઈ
  • રાજ્યમાં બાયો ટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક
  • ચેન સ્નેચિંગના ગુનામાં સજાની જોગવાઈ વધારતું ફોજદારી અધિનિયમ સુધારા બિલ
  • પચ્ચીસ વર્ષ જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેની પોલિસીમાં સુધારા વિધેયક
  • GSTના અલીકરણમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરી પ્રક્રિયાના સરળીકરણનું વિધેયક
  • ન.પા.ઓના નિયામકની જગ્યાએ નગરપાલીકા કમિશ્નરમાં અપગ્રેડ કરતું સુધારા બિલ

વિધાનસભાના અંતિમ દિવસને ધ્યાનમાં લઇ  ભાજપ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તમામ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને દંડક પંકજ દેસાઈની સહીથી આ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા માત્ર ત્રણ જ લીટીમાં વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તમામ સભ્યોને પૂર્ણ સમય ગૃહમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.. જો આદેશનો અનાદર કરે તો ગેરલાયક ઠેરવવા પણ ચિમકી આપી છે.

You might also like