‘ધ જંગલ બુક’ ફિલ્મને સેન્સરે U/A સર્ટિફિકેટ આપતાં વિવાદ

મુંબઈઃ ડિઝની નિર્મિત બાળફિલ્મ ‘ધ જંગલ બુક’ને સેન્સર બોર્ડ દ્વારા યુ-એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેના કારણે બોલિવૂડ અને સોશિયલ મીડિયામાં ટીકા-‌િટપ્પણી સાથે વિવાદ શરૂ થયો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને ડરામણી (હોરર) ગણાવી છે.

ધ જંગલ બુક એક અમેરિકી રોમાંચિત અને સાહસિક ફિલ્મ છે, જેના નિર્દેશક જોન ફેવરીઓ છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને યુ-એ સ‌િર્ટફિકેટ આપ્યું છે, તેનો અર્થ એ થાય કે આ ફિલ્મ જોવા માતા-પિતાના માર્ગદર્શનની જરૂર રહે છે.
આ ફિલ્મ આજે ભારતમાં રજૂ થઈ રહી છે. જ્યારે અમેરિકામાં એક સપ્તાહ બાદ રિલીઝ થશે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડે ગત વર્ષે જેમ્સ બોન્ડની ફિલ્મ સ્પેકટરમાં કિસના સમયને ઓછો કરીને વિવાદ ઊભો કર્યો હતો, પરંતુ ધ જંગલ બુક ફિલ્મને બહુ ડરામણી ગણાવી યુ-એ સ‌િર્ટફિકેટ આપ્યું છે. તે મોટા ભાગના લોકોને ગમ્યું નથી. લોકોએ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને લીલી ઝંડી દર્શાવવાની બાબતને સંવેદનહીન વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો છે.

બોલિવૂડ ફિલ્મ નિર્માતા મૂકેશ ભટ્ટે એક એવોર્ડ સમારંભમાં જણાવ્યું હતું કે જંગલ બુકને યુ-એ સ‌િર્ટફિકેટ મળવું એ દર્શાવે છે કે આપણે વિવેક ગુમાવી દીધો છે. જંગલ બુકને આવું સ‌િર્ટફિકેટ મળી રહ્યું છે તે કહેતાં મને દુઃખ થાય છે અને તેથી સરકારે સીબીએફસી બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે જો તમે મને પૂછશો કે સીબીએફસીને કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ તો મારા માનવા મુજબ સીબીએફસી માટે તે જગ્યા યોગ્ય છે, કારણ ભારત માટે શરમજનક બાબત છે કે જંગલ બુક ફિલ્મને યુ-એ સ‌િર્ટફિકેટ મળ્યું છે.

You might also like