દિવાળી પછી આ જવાનની થવાના હતા લગ્ન, પણ કાશ્મીરથી આવ્યું તિરંગામાં લપેટાયેલું શબ

કાશ્મીર: કાશ્મીરમાં જુકરા વિસ્તારમાં સરહદી સશસ્ત્ર બળના કાફલા પર શુક્રવાર રાતે થયેલા આતંકી હુમલામાં દેશના રાજસ્થાનના દૌસામાં રહેતા એક સપૂત શહીદ થયો છે. 22 વર્ષનો આ જવાનની અંતિમ ક્રિયા રવિવારે જ થવાની છે. જવાનના શહીદ થવાની ખબર બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. દિવાળીમાં થવાના હતા લગ્ન . . .

ખવારાવજી પંચાયતની નવી કોઠી ઢાળી નિવાસી ઘનશ્યામ ગુર્જર ત્રણ વર્ષ પહેલા સીમા સુરક્ષા બળમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર નિમાયો હતો. શરૂઆતમાં તેમની ડ્યુટી અમરનાથ યાત્રામાં લાગી હતી. તે છેલ્લા અઢી મહિનાથી શ્રીનગરમાં તૈયનાત હતા. તે 25 સપ્ટેમ્બરે એક જ મહિનાની રજા લઈને ફરી પાછા ડ્યૂટી પર રવાનો થયો હતો.

ઘનશ્યામના મોટા ભાઈ રામેશ્વરને મોબાઈલ પર શુક્રવાર રાત્રે 11 વાગ્યે ઘનશ્યામના શહીદ થવાના સમાચાર મળ્યા હતા. શહીદ ઘનશ્યામના દિવાળીમાં લગ્ન થવાના હતા, જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી હતી. પરિવારના લોકો લગ્ન માટે દિવાળી બાદ રજાઓ ગાળવા તેની રાહ જોઈ રહ્યા હતા.

શહીદના પિતા રામકિશોર દીકરાને ગુમાવવા ગમ દેખાતો હતો. તેમણે કહ્યું કે આખરે ક્યાં સુધી ભારતના જવાનો શહીદ થતા રહેશે. પ્રધાનમંત્રીએ હવે આકરું વલણ અપનાવી પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી સમસ્યાનું મૂળ દૂર કરવું જોઈએ. શહીદના પરિવારજનો દિલાસો આપવા માટે ગુર્જર આરક્ષણ આંદોલન સમિતિના પ્રદેશ પ્રવક્તા હિંમત સિંહ પાડલી, સરપંચ શંકર ખટાણા સહિત અનેક લોકો પહોંચ્યા હતા.

You might also like