સુરતમાં PI દ્વારા BRTS કોરીડોરમાં કાર ચલાવવાનો મામલો, કમિશ્નર સતીષ શર્માએ કર્યા સસ્પેન્ડ

સુરતમાં પોલીસ ઈન્સપેકટર દ્વારા BRTSના કોરીડોરમાં કાર ચલાવવા માટે પોલીસ કમિશ્નર સતિષ શર્માએ સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક યુવાન અને PIની વાતચીતનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહત્વનુ છે કે, સુરતમાં બીઆરટીએસ લેનમાં ટ્રાફિક સર્કલ-1ના પોલીસ ઇન્સપેકટર એમ.આર. નકુમ BRTSના કોરીડોરમાં ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે એક સામાન્ય માણસે તેમણે ખખડાવ્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો હતો.

મહત્વનુ છે કે, સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો બનાવવામાં આવે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવે છે. આમ હવે એક સ્થાનિક જાગૃત નાગરિકની તકેદારીથી પોલીસ ઈન્સપેકટરને સજા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક અલગ કિસ્સો બન્યો હતો. સામાન્ય તો પોલિસ અધિકારી માણસને ખખડાવતા હોય છે ત્યારે એક અલગ કિસ્સો જોવા મળ્યો હતો જેમાં કોમન-મેન પોલીસ ઇન્સપેકટરને ખખડાવે છે.

સુરતમાં બીઆરટીએસની લેનમાં ટ્રાફિક સર્કલ-1ના પોલીસ ઇન્સપેકટર એમ.આર.નકુમ પોતાની કાર લઇને આવી રહ્યાં હોય છે ત્યારે એક સામાન્ય માણસે તેમને ખખડાવતો વીડિયો વાયરલ થયો હતો.

You might also like