આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સુધારો નોંધાયો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલ વ્યાજના દરમાં વધારો નહીં કરવાના સંકેતોના પગલે સોનામાં પાછલા કેટલાક સમયથી ડાઉન ટ્રેન્ડ જોવા મળતો હતો તે અટક્યો છે અને સુધારા તરફી ચાલ જોવાઇ છે. સોનું
૧૨૪૦ ડોલરની નજીક પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી એપ્રિલ મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી.

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી આર્થિક નરમાઇની અસરે યુએસ ફેડરલ રિઝર્વ આગામી એપ્રિલ મહિનામાં વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયમાં વિલંબ કરી શકે છે.આવી શક્યતા તથા ચીન દ્વારા સોનાની ઘટતી જતી આયાત તથા ભારતમાં પાછલા એક મહિનાથી હડતાળના પગલે આયાતમાં ઘટ પડતાં તેની ચિંતા પણ વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે.

You might also like