ભારતીય ત્રિપુટી દમદાર

ભારતીય બોલિંગ આક્રમણ પણ જરાય ઊણું ઊતરે તેવું નથી. એનો શ્રેય ધોનીને આપવો રહ્યો કે તે ૩૬ વર્ષીય આશિષ નેહરાને ટીમમાં લાવ્યો. જે યોર્કરને બધા પસંદગીકારો મળીને શોધી રહ્યા હતા એ કળાને બૂમરાહે પોતાની પાસે રાખી હતી. બૂમરાહ પાસે જે કળા છે તે ડેથ ઓવર્સમાં સફળ રહે છે. હાર્દિક પંડ્યા ભલે પાકિસ્તાનીઓની ૧૪૫-૧૫૦ કિ.મી.ની ઝડપે બોલિંગ ના કરી શકતો હોય, પરંતુ પ્રતિભા તેનામાં જરાય ઓછી નથી.

એશીઝ કરતાં પણ ચઢિયાતી છે ભારત-પાક મેચ
ભારતીય સ્પિનર અાર. અશ્વિને કહ્યું છે કે હરીફાઈ બહુ મોટી છે. આ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી એશીઝ શ્રેણી કરતાંય ઘણી ચઢિયાતી છે. આ ફક્ત રમત નહીં, બલે સરહદના જંગ જેવી છે. ભારતીય ટીમ સામે આ મેચ જીતવાનો પડકાર છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂકી છે. વધુ એક હારથી સુપર-૧૦માંથી બહાર થઈ શકે છે, જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી મેચ જીતને પાક. મજબૂત સ્થિતિમાં છે. અશ્વિને કહ્યું કે મુકાબલો બરોબરીનો થશે.

You might also like