આવકવેરા વિભાગ હવે દેશના તમામ બાબાઓને લેશેે ઝપટમાં…

કાનપુર:  દેશમાં જેમની મોટા મહંત કે બાબાઓમાં ગણતરી થાય છે અને તેમની પાસે મોંઘીદાટ સંપત્તિ છે તેવા લોકોને હવે આવકવેરા વિભાગ ઝપટમાં લેવાની તૈયારી કરી રહ્યો છે.આ માટે તમામ બાબાઓની ફાઈલ બનાવવાનું શરૂ થઈ ગયુ છે. અને ટૂંક સમયમાં આઈટી વિભાગ તેમની સામે કાર્યવાહી શરૂ કરશે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં જેમની મોટા બાબાઓમાં ગણતરી થાય છે તેમના નામે અનેક પ્રકારની સંપત્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે તેથી આવકવેરા વિભાગે હવે તેમની આવી સંપત્તિનો હિસાબ મેળવવા અને તેને ટાંચમાં લેવાની દિશામાં આયોજન કર્યુ છે. અા માટે હાલ આવા બાબાઓની ફાઈલ તૈયાર કરાઈ રહી છે.

આવકવેરા વિભાગને આવા કેટલાંક બાબાઓની કંુડળી હાથ લાગી છે તેના આધારે જ આઈટી વિભાગે હવે આવા લોકોને ઝપટમાં લેવા નિર્ણય કરી તે અંગે ફાઈલ તૈયાર કરવા હિલચાલ શરૂ કરી દીધી છે.

આ અંગે આઈટી વિભાગે તપાસ કરતા કેટલાંક બાબાઓના નામે મોટા એપાર્ટમેટ તેમજ મોંધી કારો સહિત દાગીના પણ હોવાનું બહાર આવ્યું છે તેથી હવે આવા બાબાઓ સામે કાનૂની કાર્યવાહી કરી તેમની મિલકતો ટાંચમાં લેવાની દિશામાં નકકર આયોજન થઈ રહ્યું છે.

આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે આવા બાબાઓ નાના જિલ્લામાં જનતાને ભરમાવી તેમની પાસેથી રકમ પડાવી સંપત્તિ ઊભી કરી રહ્યા છે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં આશ્રમો પણ ધરાવે છે.તેમ છતાં કોઈપણ જાતનો ટેકસ ચુકવતા નથી.

આવા બાબાની જાળમાં ફસાતા કેટલાંક લોકો આઈટી વિભાગને ફરિયાદ કરી રહ્યા છે જેમાં કેટલાક લોકોએ બાબાઓના નામ સાથે મિલકતોને લગતી માહિતી પણ પૂરી પાડી છે.

You might also like