દેશનાં સૌથી ઉંચા વ્યક્તિની વડોદરામાં સારવાર : ડોક્ટરોને આંખે આવ્યા અંધારા

વડોદરા : 8.1 ફૂટ ઉંચાઇ ધરાવતો તેમજ દેશની સૌથી ઉંચો વ્યક્તિ ધર્મેન્દ્રસિંહ વડોદરાની મુલાકાતે આવ્યો હતો. જ્યાં તેને પેટમાં દુખાવો થવાનાં કારણે વડોદરા શહેરની એસએશજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરો દ્વારા તેનાં એક્સ રે અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. ટુંકી સારવાર બાદ ધર્મેન્દ્રસિંહને રવાનાં કરી દેવામાં આવ્યા હતા. મુળ ઉત્તર પ્રદેશનાં મેરઠનાં વતની ધર્મેન્દ્રસિંહ ભારતનાં સૌથી ઉંચા વ્યક્તિ છે.

પોતાનાં અંગત કામથી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી હોટેલમાં રોકાયેલો હતો. જ્યાં ધર્મેન્દ્રસિંહની તબીયત અચાનક જ બગડી હતી. ધર્મેન્દ્રસિંહને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની છાતીનો એક્સ રે કરવામાં આવ્યો હતો. સોનોગ્રાફી પણ કરાઇ હતી. રિપોર્ટ આવ્યા બાદ ધર્મેન્દ્રસિંહની સારવાર કરવામાં આવી રહી છે.

સારવાર પુર્ણ થયા બાદ ધર્મેન્દ્રસિંહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ તે ઉત્તરપ્રદેશ જવા રવાનાં થઇ ગયો હતો. ધર્મેન્દ્રસિંહની ઉંચાઇ 8.1 ફૂટ જેટલી છે. જેનાં કારણે ડોક્ટર્સની ટીમને તેનાં એક્સ રે લેતા લેતા આંખે પાણી આવી ગયા હતા. એક્સ રે બાદ ધર્મેન્દ્રની સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. જો કે અંતે ડોક્ટર્સ અને ટેક્નીશીયનની ટીમે સુઝબુઝ પુર્વક કામ લઇને ધર્મેન્દ્રનો એક્સ રે પાડ્યો હતો.

You might also like