ખોદકામ વખતે ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ થતાં ભારે અફરાતફરી

અમદાવાદ: નડિયાદ જીઆઇડીસી નજીક પસાર થતી જીએસપીસીની પાઇપ લાઇનમાં ભંગાર સર્જાતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસે તાત્કાલીક પહોંચી જઇ પાઇપલાઇનની મરામત હાથ ધરી ગેસ લીકેજ થતો અટકાવી દેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, નડિયાદની જીઆઇડીસી પાસે બે દિવસથી જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે. ખોદકામ કરતી વખતે જેસીબીના કારણે ગેસની પાઇપ લાઇન તૂટી જતા આ ઘટના બની હતી. પાઇપ લાઇનમાંથી ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી સર્જાઇ હતી અને લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચી જઇ નિષ્ણાતોની મદદથી પાઇપલાઇનની મરામત હાથ ધરી હતી.

You might also like